________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
આવે. (૭)
नैतदेवमिति वाल्मीकिः ॥८॥२३४॥ इति । न नैव एतत् वायूक्तमिति एतत् प्राह वाल्मीकिः वल्मीकोद्भवः ऋषिविशेषः ।।८।।
વાયુ નામાના વાદીએ જે કહ્યું તે યોગ્ય નથી એમ વાલ્મીકિ ઋષિનું કહેવું છે. આ ઋષિ વલ્મીકમાંથી (= રાફડામાંથી) ઉત્પન્ન થયા છે. (૮)
कुत इत्याह
निर्गुणस्य कथञ्चित्तद्गुणभावोपपत्तेः ॥९॥२३५॥ इति ।
निर्गुणस्य सतो जीवस्य कथञ्चित् केनापि प्रकारेण स्वगतयोग्यताविशेषलक्षणेन प्रथमं तद्गुणभावोपपत्तेः तेषां समग्राणां प्रव्राज्यगुणानां प्रव्राजकगुणानां वा भावोपपत्तेः घटनासम्भवात्, तथाहि- यथा निर्गुणोऽपि सन् जन्तुर्विशिष्टकार्यहेतून् प्रथमं गुणान् लभते तथा यदि तद्गुणाभावेऽपि कथञ्चिद्विशिष्टमेव कार्य लप्यते तदा को नाम विरोधः स्यात् ?, दृश्यते च दरिद्रस्यापि कस्यचिदकस्मादेव राज्यादिविभूतिलाभ इति ।। ९ ।।
વાયુનું કહેવું કેમ ઠીક નથી તે કહે છે :
કારણકે ગુણો ન હોવા છતાં સંપૂર્ણ ગુણો ઉત્પન્ન થઈ શકે છે. ગુણરહિત જીવને પોતાનામાં રહેલી તેવી યોગ્યતાથી દીક્ષા લેવાને યોગ્ય કે દીક્ષા આપવાને યોગ્ય સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. તે આ પ્રમાણે - જેવી રીતે ગુણ રહિત પણ જીવ પહેલાં વિશિષ્ટકાર્યના હેતુ એવા ગુણોને પામે છે, તેવી રીતે જો સંપૂર્ણ ગુણો ન હોય તો પણ કોઈ પણ રીતે વિશિષ્ટ જ કાર્યને પામે તો તેમાં ક્યો વિરોધ થાય? અર્થાત્ ન થાય. કોઈક દરિદ્રને પણ ઓચિંતો જ થઈ જતો રાજ્યાદિ વૈભવનો લાભ પ્રત્યક્ષ જોવામાં આવે છે. (૯)
મારામૈતિિત ચાતઃ 190ાર રૂદા તિ अकारणम् अप्रयोजनं निष्फलमित्यर्थः एतद् वाल्मीकिनिरूपितं वाक्यम् इत्येतद् ब्रूते व्यासः कृष्णद्वैपायनः ।।१०।।......
વાલ્મીકિનું કથન નિષ્ફળ છે એમ વ્યાસઋષિ કહે છે.
૨ ૨૧