________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
મન-વચન-કાયાના વિકારથી રહિત હોય, (૭) (વનવત્સન:) શ્રમણની પ્રધાનતાવાળા સાધુ - સાધ્વી - શ્રાવક – શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું યથાયોગ્ય વાત્સલ્ય કરનારા હોય, (૮) (સહિતરત:) હિત કરવાના છે તે જાદા જાદા ઉપાયો કરીને સામાન્યથી સર્વ જીવોનું પ્રિય કરવામાં તત્પર હોય, (૯) (સાય: જેનું વચન બીજાઓ સ્વીકારી લે તેવા (= માનનીય) હોય, (૧૦) (અનુવર્તવઃ) જુદા જુદા સ્વભાવવાળા જીવોમાં બીજા ગુણોનું આરોપણ કરવાની બુદ્ધિથી અનુકૂલ સ્વભાવવાળા હોય, (૧૧) (અશ્મીર:) રાગ - દ્વેષ વગેરે અવસ્થામાં પણ જેનું હૃદય કળી ન શકાય તેવા હોય, અર્થાત્ રાગ - દ્વેષ વગેરેના પ્રસંગમાં પણ જે રાગ - દ્વેષને આધીન ન બને તેવા હોય, (૧૨) (વિષાવી) પરીષહ આદિથી પરાભવ પામવા છતાં શરીરરક્ષા આદિ માટે જે દીનતા ન કરે તેવા હોય, (૧૩) (ઉપશમથ્યાતિસંપન્ન:) ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્ત લબ્ધિ એ ત્રણ લબ્ધિથી યુક્ત હોય. ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક વસ્ત્ર – પાત્ર આદિ વસ્તુને મેળવવાની શક્તિ. સ્થિરહસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રત પાલન આદિમાં સ્થિર કરવાની શક્તિ. (૧૪) (પ્રવવનાર્થવક્તા -) આગમના અર્થને યથાવસ્થિત ( = જે પ્રમાણે અર્થ થતો હોય તે પ્રમાણે) કહે, (૧૧) (સ્વગુર્યનુજ્ઞાત"દા:) જેને પોતાના ગચ્છનાયકે આચાર્યપદે સ્થાપિત કર્યા હોય. આટલા ગુણો ગુરુમાં હોવા જોઈએ.
અહીં દીક્ષાને યોગ્ય જીવના સોળ ગુણો કહ્યા અને ગુરુના પંદર ગુણો કહ્યા. (૪)
उत्सर्गपक्षश्चायम्, अथात्रैवापवादमाह
પરિદ્ધિપુખદીની મધ્યમા-ઝવર પારરૂકા તિ पादेन चतुर्थभागेन अर्द्धन च प्रतीतरूपेण प्रस्तुतगुणानां हीनौ न्यूनौ प्रव्राज्यप्रव्राजको मध्यमा-ऽवरौ मध्यम-जघन्यौ क्रमेण योग्यौ स्यातामिति ।।५।।
દીક્ષાને યોગ્ય જીવના સોળ ગુણ અને ગુરુના પંદર ગુણો કહ્યા એ ઉત્સર્ગ પક્ષ છે. હવે અહીં જ અપવાદને કહે છે :
ચોથા ભાગના અને અર્ધા ભાગના ગુણો જેનામાં ઓછા હોય તે અનુક્રમે મધ્યમ અને જઘન્ય યોગ્ય છે. પૂર્વે દીક્ષાને યોગ્ય જીવના જેટલા ગુણો કહ્યા છે
૨૧૯