________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
यामेव रात्रिं प्रथमामुपैति गर्भे वसत्यै नरवीर! लोकः। ततः प्रभृत्यस्खलितप्रयाणः स प्रत्यहं मृत्युसमीपमेति ।।१४८।। (महाभारत शांति पर्व १६९ अध्याय)
नरवीर इति व्यासेन युधिष्ठिरस्य सम्बोधनमिति। दारुणो विपाको मरणस्यैवेति गम्यते, सर्वाभावकारित्वात्तस्येति । प्रागपि इति प्रव्रज्याप्रतिपत्तिपूर्वकाल एवेति। स्थिर इति प्रारब्धकार्यस्यापान्तराल एव न परित्यागकारी। समुपसम्पत्र इति समिति सम्यग्वृत्त्या सर्वथाऽऽत्मसमर्पणरूपया उपसम्पन्नः सामीप्यमागत इति।।३।।
• ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ થાય એવો ન્યાય હોવાથી હવે પ્રવ્રજ્યાને યોગ્ય જીવ કેવો હોય તે કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે.
પ્રવ્રજ્યા શબ્દનો અર્થ આ પ્રમાણે છે :- વિશેષ રૂપે જવું તે પ્રવ્રજ્યા, અર્થાત પાપયોગોમાંથી શુદ્ધ ચરણયોગોમાં જવું તે પ્રવ્રજ્યા. નીચે જણાવેલા ગુણોથી યુક્ત જીવ પ્રવજ્યા માટે યોગ્ય છે.
(૧) આર્યદેશમાં જન્મેલઃ મગધ વગેરે સાડા પચીસ પૈકી કોઈ આદિશમાં જેનો જન્મ થયો હોય, (૨) વિશિષ્ટ જાતિ - કુલથી યુક્તઃ માતૃપક્ષ તે જાતિ, પિતૃપક્ષ તે કુલ, વિવાહથી સંબંધવાળા હોય અને ચારવર્ણની અંતર્ગત હોય એવા જે વિશુદ્ધ જાતિ અને કુલ તેનાથી યુક્ત હોય, (૩) ક્ષણપ્રાયકર્મમલ જેનો જ્ઞાનાવરણીય અને મોહનીય વગેરે કર્મમલ લગભગ (= ઘણો) ક્ષીણ થઈ ગયો હોય, (૪) વિમલબુદ્ધિઃ કર્મમલ લગભગ (= ઘણો) ક્ષીણ થઈ ગયો હોવાથી જ જેની બુદ્ધિ નિર્મલ (= આત્મકલ્યાણના જ ધ્યેયવાળી) હોય, (૫) સંસારની અસારતાને જાણનાર મનુષ્યભવ દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, સંપત્તિઓ ચપલ = અનિત્ય છે, વિષયો (= વિષય સુખો) દુઃખનું કારણ છે, સંયોગમાં વિયોગ રહેલો છે, અર્થાત્ સંયોગ વિયોગનું કારણ છે, શાસ્ત્રમાં પ્રસિદ્ધ આવી ચિમરણની અપેક્ષાએ પ્રતિક્ષણ મરણ થઈ રહ્યું છે, અર્થાત્ પ્રતિક્ષણ આયુષ્ય ઘટવા રૂપ મૃત્યુ • અવતરણિકામાં જણાવેલા “યથી દેશ નિર્દેશ:” એ ન્યાયનો અર્થ આ પ્રમાણે છે:- ઉદ્દેશ એટલે નામથી ઉલ્લેખ કરવો. નિર્દેશ એટલે જેનો નામથી ઉલ્લેખ કર્યો હોય તેનું વિશેષ વર્ણન કરવું. યથા ઉદ્દેશ એટલે જે ક્રમથી ઉદેશ કર્યો હોય, નિર્દેશ એટલે તે ક્રમથી નિર્દેશ કરવો, અર્થાત જે ક્રમથી નામનો ઉલ્લેખ કર્યો હોય તે ક્રમથી તેનું વિશેષ વર્ણન કરવું તે “પથદેશે નિર્દેશ:” ન્યાય છે. પ્રસ્તુતમાં બીજા સૂત્રમાં ક્રમશઃ પ્રવ્રજ્યાઈ, પ્રવ્રાજક અને પ્રવ્રજ્યાવિધિ એ ત્રણનો ઉદ્દેશ = નામથી ઉલ્લેખ કર્યો છે. તેમાં પહેલાં પ્રવ્રજ્યાનો ઉલ્લેખ છે. આથી પ્રથમ પ્રવ્રજ્યાનું વિશેષ વર્ણન કરે છે.
૨ ૧૫