________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
। अथ चतुर्थोऽध्यायः । व्याख्यातस्तृतीयोऽध्यायः, साम्प्रतं चतुर्थ आरभ्यते, तस्य चेदमादिसूत्रम्
एवं विधिसमायुक्तः सेवमानो गृहाश्रमम् ।
चारित्रमोहनीयेन, मुच्यते पापकर्मणा ॥१॥ इति । एवम् उक्तरूपेण विधिना सामान्यतो विशेषतश्च गृहस्थधर्मलक्षणेन समायुक्तः सम्पन्नः सेवमानः अनुशीलयन् गृहाश्रमं गृहवासम्, किमित्याह-चारित्रमोहनीयेन प्रतीतरूपेण मुच्यते परित्यज्यते पापकर्मणा पापकृत्यात्मकेन ||१||
ત્રીજા અધ્યાયનું વ્યાખ્યાન કર્યું. હવે ચોથો અધ્યાય શરૂ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે :
આ રીતે સામાન્ય અને વિશેષ ગૃહસ્થધર્મથી સારી રીતે યુક્ત બનીને ગૃહવાસને સેવતો પુરુષ ચારિત્રમોહનીયરૂપ પાપકર્મથી મુક્ત થાય છે. (૧) एतदपि कथमित्याह
सदाज्ञाराधनायोगाद् भावशुद्धेर्नियोगतः ।
उपायसम्प्रवृत्तेश्च सम्यक्चारित्ररागतः ॥२॥ इति। सन् अकलङ्कितो य आज्ञाराधन (ना?) योगो ‘यतिधर्माभ्यासासहेनादौ श्रावकधर्मः अभ्यसनीयः' इत्येवंलक्षणो जिनोपदेशसम्बन्धः, तस्माद् यका भावशुद्धिः मनोनिर्मलता, तस्याः नियोगतः अवश्यन्तया, तथा उपायसम्प्रवृत्तेश्च, उपायेन शुद्धहेत्वङ्गीकरणरूपेण प्रवृत्तेः चेष्टनात, चकारो हेत्वन्तरसमुच्चये, इयमपि कुत इत्याह- सम्यक्चारित्ररागतः निर्व्याजचारित्राभिलाषात्, इदमुक्तं भवति- सदाज्ञाराधनायोगात् यका भावशुद्धिः या च सम्यक्चारित्रानुरागतः उपायसम्प्रवृत्तिः अणुव्रतादिपालनरूपा ताभ्यामुभाभ्यामपि हेतुभ्यां चारित्रमोहनीयेन मुच्यते, न पुनरन्यथेति ।।२।।
જીવની ચારિત્રમોહનીય કર્મથી મુક્તિ પણ કેવી રીતે થાય છે તે કહે છે :
સાધુધર્મના પાલન માટે અસમર્થ પુરુષે પહેલાં શ્રાવકધર્મનું પાલન કરવું” એવી જિનાજ્ઞાના નિષ્કલંક સંબંધથી અવશ્ય થનારી ભાવશુદ્ધિ અને નિષ્કપટ ચારિત્રના અભિલાષના કારણે થનારી ઉપાયથી સત્યવૃત્તિ એ બંનેય કારણોથી જીવ ચારિત્રમોહનીય કર્મથી મુક્ત બને છે, પણ બીજી કોઈ રીતે મુક્ત બનતો નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જીવ “ભાવશુદ્ધિ' અને “ઉપાયથી સત્યવૃત્તિ
૨ ૧૧