________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
इति श्री मुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ विशेषतो गृहस्थधर्मविधिस्तृतीयोऽध्यायः समाप्तः
નિરતિચારપણે શ્રાવકના આચારોનું પાલન કરનાર ચારિત્રપર્વત ઉપર ચડે છે એ નિયમ પણ • કેવી રીતે છે? એના ઉત્તરમાં કહે છે કે એ નિયમ આ પ્રમાણે છેઃ
શ્રાવક અવસ્થાને ઉચિત ગુણોની આરાધના કરીને સાધુને ઉચિત ગુણોની પણ આરાધના કરવાને યોગ્ય બને છે. આથી વિદ્વાનોને હમણાં કહેલો વિશેષગૃહસ્થ ધર્મસાધુધર્મની પહેલાં જ સંમત છે, અર્થાત્ પ્રથમ વિશેષગૃહસ્થધર્મનું પાલન કર્યા પછી સાધુધર્મનું પાલન થાય એ ક્રમ યોગ્ય છે એમ વિદ્વાનોને સંમત
પ્રશ્ન : શ્રાવક અવસ્થાને ઉચિત ગુણોની આરાધના કર્યા પછી સુસાધુને ઉચિત ગુણોની આરાધના કરવાને યોગ્ય બને છે તેનું શું કારણ? ઉત્તર ઃ શ્રાવક અવસ્થાને ઉચિત ગુણોની નિરતિચાર આરાધનાના બળથી સુસાધુને ઉચિત ગુણોનો લાભ થવામાં બાધક બનનાર કર્મરૂપી કલંકનો નાશ થાય છે, એથી સુસાધુને ઉચિત ગુણોને મેળવવાનું સામર્થ્ય આવે છે.
આ ક્રમ પુરુષવિશેષની અપેક્ષાએ છે. કારણકે તેવા પ્રકારના અધ્યવસાયના સામર્થ્યથી તે જ સમયે જેમનું ચારિત્રમોહનીય કર્મ નિર્બળ બની ગયું છે તે સ્થૂલભદ્ર મહાત્મા વગેરેને આ ક્રમ વિના પણ વિશુદ્ધ સર્વવિરતિનો લાભ થયો છે એમ શાસ્ત્રમાં સંભળાય છે.
સુસાધુને ઉચિત ગુણોની પણ આરાધના કરવાને યોગ્ય બને છે એ સ્થળે “પણ” શબ્દનો “સુશ્રાવકને ઉચિત હોય તેવા ગુણોની આરાધના કરવા માટે તો યોગ્ય થઈ જ ગયો છે” એવો અર્થ છે. ().
આ પ્રમાણે ઘર્મબિંદુની શ્રીમુનિચંદ્રસૂરિવિરચિત વૃત્તિમાં “વિશેષ ગૃહસ્થઘર્મવિધિ” નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થયો.
-
--
• અહીં પણ' શબ્દનો સંબંધ પૂર્વના ૧૭મા શ્લોકના અવતરણની સાથે છે.
૨ ૧૦