________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
એ બે કારણોથી અવશ્ય ચારિત્રમોહનીય કર્મથી મુક્ત બને છે. તેમાં ભાવશુદ્ધિ એટલે માનસિક નિર્મલતા. ભાવશુદ્ધિ નિષ્કલંક જિનાજ્ઞાના સંબંધથી થાય છે. નિષ્કલંક જિનાજ્ઞાના સંબંધથી અવશ્ય ભાવશુદ્ધિ થાય છે. નિષ્કલંક જિનાજ્ઞાનો સંબંધ એટલે નિરતિચારપણે જિનાજ્ઞા માનવી. જિનાજ્ઞા અનેક પ્રકારની છે. તેમાં અહીં “સાધુધર્મના પાલન માટે અસમર્થ પુરુષે પહેલાં શ્રાવક ધર્મનું પાલન કરવું” એવી જિનાજ્ઞા સમજવી. ઉપાયથી સત્યવૃત્તિ એટલે ચારિત્રમોહનીયકર્મના નાશનો જે શુદ્ધ ઉપાય તે ઉપાયથી જે સમ્પ્રવૃત્તિ થાય તે ઉપાયથી સત્યવૃત્તિ છે. સત્યવૃત્તિ એટલે સત્પાલન. અણુવ્રત વગેરેનું સત્પાલન એ ચારિત્રમોહનીયકર્મના નાશનો શુદ્ધ ઉપાય છે. આથી અણુવ્રત વગેરેનું સત્પાલન એ ઉપાયથી સત્યવૃત્તિ છે. ઉપાયથી સત્યવૃત્તિ કોણ કરે? જેનામાં નિષ્કપટ ચારિત્રનો અભિલાષ થયો હોય તે ઉપાયથી સત્યવૃત્તિ કરે. માટે નિષ્કપટ ચારિત્રનો અભિલાષ ઉપાયથી સત્યવૃત્તિનું કારણ છે. આમ અહીં ચારિત્રમોહનીયકર્મનો નાશ કરવાના બે મુખ્ય – અનંતર હેતુઓ છે. અને બે પરંપર હેતુઓ છે. ભાવશુદ્ધિ અને ઉપાયથી સત્યવૃત્તિ એ બે અનંતર હતુઓ છે, અને નિષ્કલંક જિનાજ્ઞાનો સંબંધ અને નિષ્કપટ ચારિત્રનો અભિલાષ એ બે પરંપર હેતુઓ છે. (૨)
आह- इदमपि कथं सिद्धं यथेत्थं चारित्रमोहनीयेन मुच्यते ततः परिपूर्णप्रत्याख्यान भाग भवतीत्याशङ्कयाह -
विशुद्धं सदनुष्टानं स्तोकमप्यर्हतां मतम् ।। तत्त्वेन तेन च प्रत्याख्यानं ज्ञात्वा सुबह्व पि ॥३॥ इति ।
विशुद्धं निरतिचारं अत एव सत् सुन्दरं अनुष्टानं स्थूलप्राणातिपातविग्मणादि स्तोकमपि अन्यतमैकभङ्गकप्रतिपत्त्या अल्पम्, बहु तावन्मतमेवेत्यपिशब्दार्थः, अर्हता पारगतानां मतम् अभीष्टम्, कथमित्याह- तत्त्वेन तात्त्विकरूपतया, न पुनरतिचारकालुप्वदृषितं बह्वप्यनुष्टानं सुन्दरं मतम्, तेन च तेन पुनर्विशुद्धेनानुष्ठानेन करणभूतेन स्तोकेनापि कालेन प्रत्याख्यानम् आश्रवद्वारनिरोधलक्षणं ज्ञात्वा गुरुमूले श्रुतधर्मतया सम्यगवबुध्य प्रत्याख्यानस्य फलं हेतुं च सुबह्वपि सर्वपापस्थानविषयतया भूयिष्टमपि करोतीति गम्यते, स्तोकं तावदनुष्ठानं सम्पन्नमेवेत्यपिशब्दार्थः, अयमभिप्रायःस्तोकादप्यनुष्ठानादत्यन्तविशुद्धात् सकाशात् कालेन प्रत्याख्यानस्वरूपादिज्ञातुर्भूयिष्टमपि प्रत्याख्यानं सम्पद्यत इति ।।३।।
૨ ૧ ૨.