________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
માલિકી) અને ભોગ વગેરે * આ સુખો મોક્ષનાં • આનુષંગિક સુખો છે.” (૨)(૯૦)
તથા- શ્રીમળ્યાનુરી કાર ૨૪ રૂતિ
श्रामण्ये शुद्धसाधुभावे अनुरागो विधेयः, यथा - जैन मुनिव्रतमशेषभवात्तकर्मसन्तानतानवकरं स्वयमभ्युपेतः। कुर्यां तदुत्तरतरं च तपः कदाऽहम्, भोगेषु निःस्पृहतया परिमुक्तसङ्गः? ।।१४६।। ( ) તિ //99l.
શુદ્ધસાધુપણાનો અનુરાગ કરવો. જેમ કે “હું ક્યારે ભોગોમાં નિઃસ્પૃહ બનું? અને એથી સર્વસંગથી મુક્ત બનીને જિને કહેલાં સાધુનાં વ્રતોનો સ્વયં સ્વીકાર કરી લઉં અને પછી તપ કરું? જિને કહેલાં સાધુનાં વ્રતો અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં (= બાંધેલાં) કર્મોના વિસ્તારને ઘટાડી નાખે છે.” (૯૧)
તથા યથોચિત ગુણવૃદ્ધિ કરનારા તિ
यथोचितं यो यदा वर्द्धयितुमुचितस्तस्य सम्यग्दर्शनादेर्गुणस्य दर्शनप्रतिमा - व्रतप्रतिमाभ्यासद्वारेण वृद्धिः पुष्टीकरणं कार्या ।।९२।।
ઉચિત રીતે ગુણોની વૃદ્ધિ કરવી. જે ગુણ જ્યારે વધારવાને માટે યોગ્ય ગણાય ત્યારે તે સમ્યગ્દર્શન વગેરે ગુણની દર્શનપ્રતિમા અને વ્રતપ્રતિમાના અભ્યાસ દ્વારા વૃદ્ધિ - પુષ્ટિ કરવી. (૨)
તથા–
સત્યવિષ મચાવિયા રૂતિ રૂાર રદા તિ
* “આ” સુખો એટલે સંસારમાં પ્રત્યક્ષ દેખાતાં સુખો. “એક કાર્ય માટે પ્રવૃત્તિ કરતાં અનાયાસે બીજું કાર્ય થઈ જાય તો અનાયાસે થનાર બીજું કાર્ય આનુષંગિક કહેવાય. જેમ કે કોઈ દવા ખરીદે છે તો એની સાથે બાટલી પણ મળે છે. એને બાટલી ખરીદવી નથી, ખરીદવી તો દવા છે. પણ દવા સાથે બાટલી પણ મળી જાય છે. અહીં બાટલી આનુષાંગિક છે. ખેડૂત અનાજ માટે ખેતી કરે છે. પણ તેમાં અનાયાસે ઘાસ મળી જાય છે. તેમ મોક્ષ માટે ધર્મ કરનાર જીવને મોક્ષ ન મળે ત્યાં સુધી મળતાં સાંસારિક ભોગસુખો મોક્ષના આનુષંગિક સુખો છે.
૨૦૭