________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
સચિત્ત, સચિત્ત સંબદ્ધ, સંમિશ્ર, અભિષવ અને દુષ્પક્વ આહાર એ પાંચ બીજા ગુણવ્રતના અતિચારો છે.
પ્રશ્નઃ અહીં સચિત્તનો ત્યાગ કર્યો હોવાથી સચિત્ત વગેરેના ભક્ષણથી નિયમ ભંગ જ થાય, તો અહીં તેને અતિચાર કેમ કહેવાય ? ઉત્તર : વ્રતસાપેક્ષ શ્રાવક અનુપયોગ કે અતિક્રમ આદિના કારણે સચિત્તભક્ષણ આદિમાં પ્રવૃત્તિ કરે એ અપેક્ષાએ અતિચાર કહેલ છે. અન્યથા (= જાણી જોઈને સચિત્ત વગેરે ભક્ષણ કરે) તો નિયમ ભંગ જ થાય.
સચિત્ત ઃ (સચિત્ત એટલે જીવ સહિત.) કંદમૂળ, ફલ વગેરે સચિત્ત છે.
સચિત્ત સંબદ્ધ : સચિત્ત વસ્તુ સાથે જોડાયેલી અચિત્ત વસ્તુ સચિત્ત સંબદ્ધ છે. જેમ કે સચિત્તવૃક્ષોમાં રહેલ અચિત્ત ગુંદર કે પાકાં ફળો વગેરે. (પાકાં ફળોમાં બીજ સચિત્ત છે, અને ગર્ભ વગેરે અચિત્ત છે.) સચિત્ત આહારના ત્યાગી શ્રાવક માટે સચિત્ત સંબદ્ધ આહારનું ભક્ષણ સચિત્ત આહારના ભક્ષણની પ્રવૃત્તિ કરવા સ્વરૂપ છે. આથી સચિત્તાહારત્યાગી શ્રાવક માટે અનુપયોગ આદિથી સચિત્ત સંબદ્ધ આહારનું ભક્ષણ અતિચાર છે. અથવા (ખજુર વગેરેનો) ઠળીયો જ સચિત્ત હોવાથી ફેંકી દઇશ અને ગર્ભ તો અચિત્ત હોવાથી ખાઈ જઈશ એમ વિચારી સચિત્ત સંબદ્ધ આહાર કરવામાં અતિચાર લાગે.
સંમિશ્ર : અર્ધ પરિણત થયેલું પાણી વગેરે કે તત્કાલ પિધેલો લોટ વગેરે સંમિશ્ર છે. અભિષવઃ દારૂ અને બોળ અથાણું વગેરે અભિષવ છે. દુષ્પફવઃ અર્ધા સિઝેલા પૌંઆ વગેરે દુષ્પક્વ છે. સંમિશ્ર વગેરે અતિચારો પણ અનુપયોગથી કે અતિક્રમ આદિથી સંમિશ્ર આહાર આદિનું ભક્ષણ કરવામાં પ્રવૃત્ત થયેલાને હોય. અન્યથા (= જાણી જોઈને સંમિશ્ર વગેરે આહાર કરે) તો નિયમ ભંગ જ થાય.
. (ભોગોપભોગમાન ગુણવ્રતના અન્ય ગ્રંથોમાં ભોજન સંબંધી અને કર્મ સંબંધી એમ બે ભેદ છે. ભોગ - ઉપભોગની વસ્તુઓનું પરિમાણ તે ભોજન સંબંધી ભોગ - ઉપભોગમાનવ્રત છે. ભોગ - ઉપભોગની વસ્તુઓને મેળવવાના ઉપાયનું ધંધાનું પરિમાણ તે કર્મ સંબંધી ભોગ - ઉપભોગમાન વ્રત છે.) અન્ય ગ્રંથોમાં ભોજન સંબંધી જે ભોગ - ઉપભોગમાન ગુણવ્રત છે તેની અપેક્ષાએ જ અહીં અતિચારોનો ઉલ્લેખ કર્યો છે. અન્યવ્રતોમાં અને આ વ્રતમાં પાંચ પાંચ અતિચારોની સમાનતા રહે એ દૃષ્ટિએ અહીં ભોજન સંબંધી પાંચ અતિચરોનો ઉલ્લેખ કર્યો છે. અન્યથા આવશ્યક નિર્યુક્તિ આદિ અન્ય ગ્રંથોમાં આ વ્રત કર્મ સંબંધી પણ કહેલ
૧૬૯