________________
ધર્મબિંદુપ્રકરણ
વગેરેથી નહિ પૂંજેલું. દુષ્પ્રમાર્જિત એટલે બરોબર નહિ પ્રમાર્જેલું. ઉત્સર્ગ એટલે ત્યાગ કરવા યોગ્ય મલ- મૂત્ર આદિનો ત્યાગ કરવો. સ્પંડિલ વગેરે ભૂમિના પ્રદેશને દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને વસ્ત્રના છેડા વગેરેથી પૂંજ્યા વિના મૂત્ર આદિનો ત્યાગ કરવો તે અપ્રત્યુપેક્ષિત -
કે બરોબર પૂંજ્યા વિના મલ અપ્રમાર્જિત ઉત્સર્ગ અતિચાર છે.
-
ત્રીજો અધ્યાય
અપ્રત્યુપેક્ષિત - અપ્રમાર્જિત આદાન-નિક્ષેપઃ આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. પૌષધમાં ઉપયોગી ધર્મોપકરણને લેવા અને મૂકવા તે આદાન નિક્ષેપ. દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના (ચરવળા વગેરેથી) પૂંજ્યા વિના કે બરોબર પૂંજ્યા વિના બાજોઠ, પાટિયું વગેરે ધર્મોપકરણને લેવા-મૂકવા તે અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત આદાન-નિક્ષેપ અતિચાર છે.
–
અપ્રત્યુપેક્ષિત - અપ્રમાર્જિત સંસ્તાર - ઉપક્રમણ ઃ અહીં સંસ્તાર શબ્દના ઉપલક્ષણથી શય્યા શબ્દ પણ સમજવો. તેમાં શય્યા એટલે સંપૂર્ણ શરીર આવી જાય તેવો સંથારો, અથવા શય્યા એટલે વસતિ (મકાન). સંસ્તાક એટલે અઢી હાથ પ્રમાણ સંથારો. ઉપક્રમ એટલે ઉપયોગ કરવો - પાથરવું. દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના, પૂંજ્યા વિના કે બરોબર પૂંજ્યા વિના સંથારા વગેરેનો ઉપયોગ કરવો તે અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત સંસ્તાર ઉપક્રમણ અતિચાર છે.
અનાદર ઃ પ્રબલ પ્રમાદ આદિ દોષથી જેમ તેમ પૌષધ ક૨વો અથવા પૌષધનું કાર્ય કર્યા વિના જ તત્કાલ જ પૌષધ પારી નાખવો.
સ્મૃતિ - અનુપસ્થાપન : પૌષધ કરવાના સમયને યાદ ન કરવો, અથવા પૌષધ લીધા પછી પ્રબલ પ્રમાદ દોષના કારણે યાદ ન રાખવું. સંસ્તાર ઉપક્રમણમાં વૃદ્ધ સામાચારી આ પ્રમાણે છે ઃ- પૌષધવાળો શ્રાવક પડિલેહણ કર્યા વિના શય્યા, સંથારો અને પૌષધશાલાનો ઉપયોગ કરે નહિ, પડિલેહણ કર્યા વિના ડાભઘાસનું વસ્ત્ર કે શુદ્ધ વસ્ત્ર ભૂમિ ઉપર પાથરે નહિ, માત્રુ કરવાની ભૂમિથી આવીને ફરી કે સંથારાનું પડિલેહણ કરે, અન્યથા અતિચાર લાગે. એ પ્રમાણે બાજોઠ આદિ માટે પણ સમજવું. (૩૩)
अथ चतुर्थस्य
૧૮૦
સચિત્તનિક્ષેપ-વિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-વાનાતિમાઃ।।૩૪।।૧૬। તા