________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
છું' એમ જણાવવા તે વ્યક્તિ તરફ કાંકરો વગેરે ફેકે.
જવા-આવવાથી જીવહિંસા ન થાય તે માટે દેશાવગાશિકવ્રત છે. જીવહિંસા પોતે કરે કે બીજા પાસે કરાવે તેમાં ફલમાં ફેર પડતો નથી. બલ્ક બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તેમાં દોષ ઓછો લાગે. કારણ કે પોતે ઈર્યાસમિતિ પૂર્વક જાય, જ્યારે બીજો નિપુણ ન હોવાથી ઈર્યાસમિતિ વિના જાય. એટલે બીજાને મોકલવામાં પરમાર્થથી તો નિયમભંગ થાય છે, પણ વ્રતભંગના ભયના કારણે વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય.
આમાં પહેલા બે અતિચારો તેવી શુદ્ધ સમજણના અભાવથી કે સહસાકાર આદિથી થાય છે. છેલ્લા ત્રણ અતિચારો માયાથી થાય છે.
અહીં વૃદ્ધોનું કહેવું છે કે બધા વ્રતોનો સંક્ષેપ અવશ્ય કરવાનો હોવાથી દિશાપરિમાણવ્રતના સંક્ષેપનું વિધાન બીજાં બધાં વ્રતોના સંક્ષેપનું ઉપલક્ષણ છે, અર્થાત આ દેશાવગાશિક વ્રતમાં દિશાપરિમાણની જેમ બધાં વ્રતોનો સંક્ષેપ કરવાનું સૂચન કર્યું છે.
પ્રશ્નઃ બધા વ્રતોનો સંક્ષેપ કરવો જોઈએ તો તે તે વ્રતના સંક્ષેપનું જાદું જાદુ વ્રત કેમ ન કહ્યું?
ઉત્તર ઃ તે તે વ્રતના સંક્ષેપનું જાદું જુદું વ્રત કહે તો શાસ્ત્રમાં કહેલ વ્રતોની બાર સંખ્યાનો વિરોધ થાય. અહીં કેટલાક કહે છે કે દિશાપરિમાણ વ્રતનો જ સંક્ષેપ દેશાવગાશિક છે, અર્થાત્ દેશાવગાશિકમાં દિશાપરિમાણ વ્રતનો જ સંક્ષેપ થાય. કારણ કે દેશાવગાશિકના અતિચારો દિશાપરિમાણ વ્રતને અનુસરતા જોવામાં આવે છે. આનો જવાબ એ છે કે- જેમ દિશાપરિમાણ સંક્ષેપના ઉપલક્ષણથી બાકીના વતોનો સંક્ષેપ પણ દેશાવનાશિક કહેવાય છે તેમ ઉપલક્ષણથી તે તે વ્રતના સંક્ષેપના અતિચારો પણ તે તે વ્રત પ્રમાણે સમજી લેવા જોઈએ. અથવા પ્રાણાતિપાત આદિનો સંક્ષેપ કરવા રૂપ દેશાવગાશિકમાં તે તે વ્રતમાં જણાવેલા બંધ વગેરે જ અતિચારો ઘટે છે. (અર્થાત્ જુદા અતિચારો ઘટતા નથી.) દિશાપરિમાણના સંક્ષેપમાં ક્ષેત્ર નાનું હોવાથી શબ્દાનુપાત વગેરે પણ અતિચારો થાય છે. આથી તેના અતિચારો (મૂળ વ્રતથી) અલગ જણાવ્યા છે. વ્રતોના બધા જ ભેદોમાં અલગ અલગ અતિચારો કહેવા જ જોઈએ એવો નિયમ નથી. કારણ કે રાત્રિભોજન આદિ વ્રતભેદોમાં અલગ અતિચારો જણાવ્યા નથી. (૩૨)
૧૭૮