________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
एतैः अतिचारै रहितानामणुव्रतादीनामुपलक्षणत्वात् सम्यक्त्वस्य च पालनम्, किमित्याह- विशेषतो गृहस्थधर्मो भवति यः शास्त्रादौ प्राक् सूचित आसीदिति ।।३५।।
આ પ્રમાણે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાપદ વ્રતોને અને તે વ્રતોના અતિચારોને કહીને પ્રસ્તુતમાં તેની યોજના કરતા ગ્રંથકાર કહે છે :
આ અતિચારોથી રહિત અણુવ્રત વગેરેનું પાલન વિશેષ ગૃહસ્થ ધર્મ છે.
અહીં સુધી જે અતિચારો કહ્યા તે અતિચારોથી રહિત અણુવ્રત - ગુણવ્રતશિક્ષાપદવ્રતોનું અને સમ્યકત્વનું પાલન એ વિશેષ ગૃહસ્થ ધર્મ છે. આ વિશેષ ગૃહસ્થ ધર્મનું પૂર્વે આ શાસ્ત્રના પ્રારંભમાં (અ. ૧ સૂ. રમાં) સૂચન કર્યું છે. (૩૫)
आह- उक्तविधिना प्रतिपन्नेषु सम्यक्त्वा-ऽणुव्रतादिष्वतिचाराणामसंभव एव, तत्कथमुक्तमेतद्रहिताणुव्रतादिपालन-मित्याशङ्क्याह
સ્તિષ્ટતયાવિતવારાઃ રૂદ્દાઉદ્દ8 રૂતિ ! क्लिष्टस्य सम्यक्त्वादिप्रतिपत्तिकालोत्पन्नशुद्धिगुणादपि सर्वथाऽव्यवच्छिन्नानुबन्धस्य कर्मणो मिथ्यात्वादेरु दयाद् विपाकात् सकाशादतीचाराः शङ्कादयो वध-बन्धादयश्च संपद्यन्ते, इदमुक्तं भवति- यदा तथाभव्यत्वपरिशुद्धिवशादत्यन्तमननुबन्धीभूतेषु मिथ्यात्वादिषु सम्यक्त्वादि प्रतिपद्यते तदाऽतिचाराणामसंभव एव, अन्यथा प्रतिपत्तौ तु પુરથતિવારી તિ //રૂદ્દી
પ્રશ્ન : અહીં જણાવેલ વિધિથી સમ્યકત્વ અને અણુવ્રત આદિનો સ્વીકાર કરવાથી અતિચારોનો સંભવ જ નથી તો પછી અહીં અતિચારોથી રહિત અણુવ્રત આદિનું પાલન કરવું એમ કેમ કહ્યું? ઉત્તર : આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છેઃ
ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચાર થાય છે. સમ્યકત્વ આદિના સ્વીકાર વખતે ઉત્પન્ન થયેલ શુદ્ધિરૂપ ગુણથી જે કર્મોના અનુબંધનો સર્વથા વિચ્છેદ થયો નથી તે મિથ્યાત્વમોહનીય વગેરે કર્મો ક્લિષ્ટ છે. આવા ક્લિષ્ટ કર્મોનો ઉદય = વિપાક) થવાના કારણે શંકા વગેરે અને વધ – બંધ વગેરે અતિચારો થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છેઃ- જો તથાભવ્યત્વની વિશેષ શુદ્ધિના કારણે મિથ્યાત્વ વગેરે કર્મો અત્યંત અનુબંધ રહિત બની ગયા હોય ત્યારે સમ્યક્ત્વ આદિનો સ્વીકાર કરે તો અતિચારો ન જ થાય. અન્યથા (= કર્મો અત્યંત અનુબંધરહિત ન થયા હોય ત્યારે) સમ્યકત્વ
૧૮૨.