________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
સાધર્મિકોને અન્ન, પાણી અને તંબોલપાન વગેરે આપવું, સાધર્મિક બીમાર પડે ત્યારે તેની સેવા કરવી, ઇત્યાદિથી સાધર્મિકનો સત્કાર કરવો. સાધર્મિક વાત્સલ્ય પ્રવચનનો સાર છે. કહ્યું છે કે “જીવદયા, કષાયોનો નિગ્રહ, સાધર્મિક વાત્સલ્ય અને જિનેન્દ્રભક્તિ એ જિનશાસનનો સાર છે.” (૪૧)
તથા- ઘચિત્તથી સ્વપન ૪રા ૭૫ રૂતિ
धर्मचिन्तया “धन्यास्ते वन्दनीयास्ते तैस्त्रैलोक्यं पवित्रितम्। यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जितः" ।।१२०।। ( ) इत्यादि शुभभावनारूपया स्वपनं निद्राङ्गीकारः, शुभर्भवनासुप्तो हि तावन्तं कालमवस्थितशुभपरिणाम एव लभ्यत इति I૪રી/
ધર્મચિંતા કરીને સૂવું. ધર્મચિંતા એટલે શુભ ભાવના. “જગતને ક્લેશ પમાડનાર આ કામરૂપી મલ્લને જેમણે જિત્યો છે તેઓ ધન્ય છે, તેઓ વંદનીય છે અને તેમણે ત્રણલોકને પવિત્ર કર્યો છે.” ઈત્યાદિ શુભભાવના પૂર્વક સૂવું. શુભભાવના પૂર્વક સૂતેલો જીવ એટલો કાળ સ્થિર શુભપરિણામવાળો જ રહે છે. (૪૨)
तथा- नमस्कारेणावबोधः ॥४३॥१७६॥ इति
नमस्कारेण सकलकल्याणपुरपरमश्रेष्ठिभिः परमेष्ठिभिरधिष्ठितेन नमो अरहंताणमित्यादिप्रतीतरूपेण अवबोधो निद्रापरिहारः, परमेष्ठिनमस्कारस्य महागुणत्वात्, पठ्यते च
एष पञ्चनमस्कारः सर्वपापप्रणाशनः। મત્તાનાં વ સર્વેષાં પ્રથમં મવતિ મામુ /99ll ( ) કૃતિ રૂા.
નમસ્કારપૂર્વક જાગવું. મોક્ષનગરમાં પહોંચવા માટે પરમપ્રધાન એવા પરમેષ્ઠિઓથી અધિષ્ઠિત અને “નમો અરિહંતાણં' ઇત્યાદિથી પ્રસિદ્ધ નમસ્કાર મહામંત્રને ગણવાપૂર્વક જાગવું પરમેષ્ઠીને કરેલા નમસ્કારથી મહાલાભ થાય છે. કહ્યું છે કે “આ પાંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે, અને સર્વ મંગલોમાં પ્રધાન મંગલ છે.” (૪૩)
૧૮s