________________
ધર્મબિંદુમકરણ
ત્રીજો અધ્યાય
આ જ વિષયનો ઉપદેશ કહે છે :
આથી જ = વિહિત અનુષ્ઠાનરૂપ વીર્યથી અતિચારો ઉપર વિજય મેળવી શકાતો હોવાથી જ) વિહિત અનુષ્ઠાનમાં બધી રીતે શુદ્ધ એવો ઉદ્યમ કરવો જોઈએ. બીજા સ્થળે પણ કહ્યું છે કે- પ્રયત્નથી વિરતિના પરિણામ થતા હોવાથી અને પ્રયત્ન વિના વિરતિના પરિણામ નાશ પામતા હોવાથી સદા નીચે મુજબ પ્રયત્ન કરવો જોઇએ.
(૧) લીધેલાં વ્રતોનું સદા સ્મરણ કરવું જોઇએ. (૨) લીધેલાં વ્રતો ઉપર બહુમાન રાખવું જોઇએ. (૩) વ્રતોના પ્રતિપક્ષ મિથ્યાત્વ,પ્રાણીવધ, આદિ ઉપર જાગુસાભાવ રાખવો જોઇએ. (૪) સમ્યકત્વાદિ ગુણોના અને તેના પ્રતિપક્ષ મિથ્યાત્વ આદિ દોષોના પરિણામની વિચારણા કરવી જોઈએ, અર્થાત્ સમ્યકત્વાદિ ગુણોથી થતા લાભની અને મિથ્યાત્વ આદિ દોષોથી થતા નુકશાનની વિચારણા કરવી જોઇએ. (૫) તીર્થંકરની ભક્તિ કરવી જોઇએ. (૬) સુસાધુઓની સેવા કરવી જોઈએ. (૭) જે ગુણોનો સ્વીકાર કર્યો હોય તેનાથી અધિકગુણની ઇચ્છા રાખવી જોઈએ. જેમ કે સમ્યકત્વનો સ્વીકાર કર્યો હોય તો દેશ વિરતિની ઇચ્છા રાખવી જોઈએ. દેશવિરતિનો સ્વીકાર કર્યો હોય તો સર્વવિરતિની ઇચ્છા રાખવી જોઈએ.
આ રીતે પ્રયત્ન કરવાથી નહિ થયેલા પણ સમ્યક્ત્વના અને વ્રતોના પરિણામ થાય છે, અને થયેલા પરિણામ ક્યારે પણ જતા નથી. આથી બુદ્ધિમાન પુરુષે લીધેલાં વ્રતોનું સદા સ્મરણ કરવા વગેરેમાં ઉદ્યમ કરવો જોઇએ. (૩૮)
साम्प्रतं सम्यक्त्वादिगुणेष्वलब्धलाभाय लब्धपरिपालनाय च विशेषतः शिक्षामाह
સામાન્ય ચ રૂશ૧૭૨ા રૂતિ છે सामान्या प्रतिपन्नसम्यक्त्वादिगुणानां सर्वेषां प्राणिनां साधारणा सा चासौ चर्या च चेष्टा सामान्यचर्या, अस्य प्रतिपन्नविशेषगृहस्थधर्मस्य जन्तोरिति ।।३९।।
હવે સમ્યકત્વાદિ ગુણોમાં જે ગુણોની પ્રાપ્તિ ન થઈ હોય એ ગુણોની પ્રાપ્તિ થાય એ માટે અને પ્રાપ્ત થયેલા ગુણોના રક્ષણ માટે વિશેષથી હિતશિક્ષા કહે છેઃ
જેણે વિશેષ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો છે, તે જીવની સામાન્યચર્યા આ પ્રમાણે ( હવે પછીના સૂત્રોથી જે પ્રમાણે કહેવામાં આવશે તે પ્રમાણે) છે. સામાન્ય
૧૮૪