________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
બાળવું તે દવદાન. જેમ કે ઉત્તરાપથમાં ખેતરની રક્ષા માટે ખેતરનું ઘાસ બાળવામાં આવે છે. ખેતરમાં રહેલું ઘાસ બળી જવાથી તેમાં નવું ઘાસ ઉગે. તેમાં લાખો જીવોનો સંહાર થાય. જલશોષણ ઃ તળાવ વગેરેને શુકાવે. અસતીપોષણ : યોનિપોષકો • દુરાચારિણી દાસી વગેરેનું પોષણ કરે અને તેનું ભાડું લે તે અસતીપોષણ છે. ગોલ્લદેશમાં આવું બને છે.
કર્મસંબંધી અતિચારો પંદર જ છે એવું નથી. અહીં બતાવેલા પંદર અતિચારો દિશાસૂચન માત્ર છે, આથી બીજાં પણ આવાં બહુપાપવાળાં પાપ- કાર્યોની કોઈ ગણતરી નથી.
પ્રશ્ન : દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચાર કલ્યા છે. જ્યારે આ વ્રતમાં વીસ અતિચાર કહ્યા છે, આને શું કારણ ?
ઉત્તરઃ દરેક વ્રતમાં જણાવેલ અતિચારોની પાંચ સંખ્યાથી બીજા પણ વ્રતના પરિણામને મલિન બનાવનારા દોષો અતિચાર રૂપ છે એમ સમજી લેવું એ સૂચન કરવા અહીં વીશ અતિચારો જણાવ્યા છે. આથી દરેક વ્રતમાં સ્મૃતિ અંતર્ધાન (લીધેલું વ્રત ભૂલી જવું) વગેરે અતિચારો પણ યથાસંભવ જાણી લેવા.
પ્રશ્ન: અંગારકર્મ વગેરે અતિચારો કયા વ્રતમાં છે? જો ખરકર્મ વ્રતમાં હોય તો વ્રત અને અતિચારમાં કશો ભેદ પડતો નથી. કારણકે આ અતિચારો ખરકર્મ રૂપ છે.
ઉત્તર : અંગાર કર્મ વગેરે ખરકર્મ રૂપ જ છે. આથી કર્મ સંબંધી વ્રત લેનારે અંગાર કર્મ આદિનો ત્યાગ કરવો જોઇએ. અનુપયોગ, અજ્ઞાનતા આદિથી થઈ જાય તો અતિચાર લાગે. પણ જો જાણીને કરે તો વ્રતભંગ જ થાય. (૨૯)
अथ तृतीयस्य
कन्दर्प-कौत्कुच्य-मौखर्याऽसमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ॥३०॥१६३॥ इति।
कन्दर्पश्च कौत्कुच्यं च मौखर्यं चासमीक्ष्याधिकरणं चोपभोगाधिकत्वं चेति समासः, तत्र कन्दर्पः कामः, तद्धेतुर्विशिष्टो वाक्प्रयोगोऽपि कन्दर्प एव, मोहोद्दीपकं • યોનિ એટલે સ્ત્રીની યોનિ. તેને પોષે તે યોનિ પોષક, અર્થાત દુરાચારિણી દાસી, વેશ્યા વગેરેને પોષે તે યોનિપોષક.
૧૭૧