________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
निरतिचारमनुष्ठानं भवतीति सूरयः। यदाह- अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति શુદ્ધ: (ષોડશવ૦ ૧૩/૧ રૂ) //રૂા.
હવે પહેલા શિક્ષાપદ વ્રતના અતિચારોને કહે છે :
યોગદુપ્પણિધાન, અનાદર અને સ્મૃતિ અનુપસ્થાપન એ પાંચે પહેલા શિક્ષાપદ (સામાયિક) વ્રતના અતિચારો છે.
યોગદુષ્મણિધાન : મન, વચન અને કાયા એ ત્રણ યોગો છે. યોગોને પાપકાર્યમાં પ્રવર્તાવવા તે યોગદુપ્રણિધાન. આ ત્રણ અતિચાર છે. અનાદર: પ્રબલ પ્રમાદ આદિ દોષથી જેમ તેમ સામયિક કરવું, અથવા સામાયિકનું કાર્ય કર્યા વિના જ તત્કાલ જ સામાયિક પારી નાખવું. સ્મૃતિ અનુપસ્થાપન : સામાયિક કરવાના સમયને યાદ ન રાખવો. અથવા સામાયિક કર્યા પછી પ્રબલ પ્રમાદ દોષના કારણે યાદ ન રાખવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ મારે ક્યારે સામાયિક કરવાનું છે? મેં સામાયિક કર્યું કે નહિ એમ યાદ ન રાખવું એ સ્મૃતિ અનુપસ્થાપન અતિચાર
પ્રશ્નઃ મનો દુપ્પણિધાન વગેરેથી સામાયિક નિરર્થક બને છે. આથી અહીં જણાવેલા મનોદુમ્બ્રણિધાન વગેરે દોષ હોય ત્યારે સામાયિકનો અભાવ થાય છે, અને અતિચાર મલિનતા રૂપ છે. આથી સામાયિકના અભાવમાં અતિચારો કેવી રીતે હોય? આથી મનોદુપ્રણિધાન વગેરે વ્રતભંગ રૂપ જ છે, અતિચાર રૂપ નથી. ઉત્તર : તમારી વાત સાચી છે, પણ અનુપયોગથી થાય તો દુપ્પણિધાન વગેરે અતિચાર છે.
પ્રશ્નઃ દ્વિવિધ - ત્રિવિધે ( = મન, વચન અને કાયાથી ન કરવું અને ન કરાવવું એ રીતે) સાવદ્યનું પ્રત્યાખ્યાન એ સામાયિક છે. મનોદુપ્રણિધાન વગેરેમાં એ પ્રત્યાખ્યાનનો ભંગ થતો હોવાથી સામાયિકનો અભાવ થાય, અને પ્રત્યાખ્યાન ભંગના કારણે પ્રાયશ્ચિત્ત આવે. મનોદુપ્પણિધાન રોકવું દુષ્કર છે. કારણ કે મન સ્થિર રહેતું નથી. આથી સામાયિકના સ્વીકાર કરતાં સામાયિકનો અસ્વીકાર જ શ્રેયસ્કર છે. ઉત્તરઃ તમારું કહેવું બરોબર નથી. કારણ કે સામાયિક દ્વિવિધ - ત્રિવિધે સ્વીકારેલું હોય છે. તેમાં ““મનથી સાવદ્યકાર્ય ન કરું” ઈત્યાદિ છ પ્રત્યાખ્યાનો છે. એથી એ છમાંથી કોઈ એકનો ભંગ થવા છતાં બાકીના પ્રત્યાખ્યાનોનો સદ્ભાવ હોવાથી સામાયિકનો તદ્દન અભાવ થતો નથી. તથા ભાવથી મિચ્છા મિ દુક્કડ આપવાથી સઘળા અશુભ વિચારોની શુદ્ધિ થઈ જાય છે. સર્વવિરતિ સામાયિકમાં
૧૭૫