________________
ધર્મબિંદુપ્રક૨ણ
છે. તેમાં કર્મ એટલે આજીવિકા માટે કરાતો આરંભ. કર્મને આશ્રયીને નિર્દય લોકોને ઉચિત કઠોર આરંભવાળા કોટવાલપણું અને જેલરક્ષકપણું વગેરે કામોનો ત્યાગ કરવો જોઇએ, અથવા પરિમાણ કરવું જોઇએ. અહીં પંદર અતિચારો થાય છે. કહ્યું છે કે “અંગાર કર્મ, વનકર્મ, શકટ કર્મ, ભાટક કર્મ, સ્ફોટક કર્મ, દંત વાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય, યંત્ર પિલણ, નિર્કાછન, દવદાન, જલશોષણ અને અસતીપોષણ એ પંદરનો શ્રાવક ત્યાગ કરે.”
ત્રીજો અધ્યાય
આનો ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે છેઃ- અંગાર કર્મઃઅંગારા (કોલશા) બનાવીને વેચે. તેમાં છજીવનિકાયની હિંસા થાય, તેથી તે ન કલ્પે. વન કર્મ :- વનને ખરીદે, પછી તેને છેદીને વેચે, તેના મૂલ્યથી જીવે. એ જ પ્રમાણે પાંદડાં આદિને પણ છેદવાનો નિષેધ થઈ જાય છે. શકટ કર્મ : ગાડું ચલાવીને જીવનનિર્વાહ કરે. તેમાં બળદ આદિને બંધ - વધ વગેરે કરવાના દોષો લાગે. ભાટક કર્મ : ભાડું લઇને પોતાના ગાડા આદિથી અન્યનો માલ લઇ જાયકે લઇ આવે, અથવા બીજાઓને પોતાનું ગાડું વગેરે આપે. સ્ફોટક કર્મ : વાવ, તળાવ વગેરે બનાવવા માટે પૃથ્વીને ખોદવી - ફોડવી. અથવા હળથી ભૂમિ ખેડવી. દંતવાણિજ્યઃ ભીલોને ‘‘તમે મને દાંત આપજો'' એમ કહીને પહેલેથી જ મૂલ્ય આપે, તેથી ભીલો જલદી આ વાણીયો આવશે એમ વિચારીને હાથીઓને મારે. એ પ્રમાણે શંખનું કામ કરનારાઓને શંખનું મૂલ્ય પહેલેથી જ આપે અને લાવેલા શંખોને પહેલેથી જ ખરીદે, લાક્ષાવાણિજ્ય ઃ લાખના વેપારથી પણ અતિચાર લાગે. લાખમાં કૃમિઓ ઉત્પન્ન થાય એ દોષ છે. રસવાણિજ્યઃ દારૂ વગેરે વેચીને આજીવિકા ચલાવવી. તેમાં બીજાના પ્રાણોનો નાશ, આક્રોશ અને પોતાનું મૃત્યુ વગેરે દોષો છે. કેશવાણિજ્ય ઃ અહીં કેશ શબ્દથી કેશવાળા જીવો સમજવા. દાસી વગેરેને લઇને (ખરીદીને) અન્ય સ્થળે વેચે. અહીં પણ તે તે જીવોને પરાધીનતા (માર, બંધન, તૃષા, ક્ષુધા) વગેરે અનેક દોષો છે. વિષવાણિજ્ય : વિષનો વેપાર કરવો ન કલ્પે. કારણકે તેના વેપારથી ઘણા જીવોની વિરાધના થાય. યંત્રપીલણ કર્મ : તલ, શેરડી વગેરેને પીલવાના યંત્રથી તલ વગેરેને પીલવું. • નિર્વાંછનકર્મ:બળદ વગેરે પ્રાણીઓના અંગોને છેદવાનો ધંધો કરવો. * દવદાન કર્મ : વનને
• વર્ધિતક એટલે છેદવું .
* દવદાન શબ્દમાં દવ એટલે વનનો અગ્નિ. વનદવ શબ્દમાં દવ એટલે અગ્નિ.
૧૭૦