________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
कथम्?, इह द्विविधं व्रतम्- अन्तर्वृत्त्या बहिर्वृत्त्या च, तत्र मारयामीति विकल्पाभावेन यदा कोपाद्यावेशात् परप्राणप्रहाणमविगणयन् बन्धादौ प्रवर्त्तते न च प्राणघातो भवति तदा दयावर्जिततया विरत्यनपेक्षप्रवृत्तित्वेन अन्तर्वृत्त्या व्रतस्य भङ्ग, प्राणिघाताभावाच्च बहिर्वृत्त्या पालनमिति देशस्य भञ्जनात् देशस्यैव च पालनादतिचारव्यपदेशः प्रवर्तते, तदुक्तम् - न मारयामीति कृतव्रतस्य विनैव मृत्युं क इहातिचारः?। निगद्यते यः कुपितो वधादीन् करोत्यसौ स्यान्नियमेऽनपेक्षः ।।१०८।। मृत्योरभावानियमोऽस्ति तस्य कोपाद् दयाहीनतया तु भङ्गः। देशस्य भङ्गादनुपालनाच्च पूज्या अतीचारमुदाहरन्ति ।।१०९।। ( ) इति।
__ यच्चोक्तं 'व्रतेयत्ता विशीर्यते' इति, तदयुक्तम्, विशुद्धहिंसादिविरतिसद्भावे हि बन्धादीनामभाव एवेति, तदेवं बन्धादयोऽतिचारा एवेति, बन्धादिग्रहणस्य चोपलक्षणत्वान्मन्त्र-तन्त्रप्रयोगादयोऽन्येऽप्येवमत्रातिचारतया दृश्या इति ।।२३।।
તેમાં પ્રથમ અણુવ્રતમાં પાંચ અતિચારો આ પ્રમાણે છેઃ
બંધ, વધ, વિચ્છેદ, અતિભારારોપણ અને અનપાનનિરોધ એ પાંચ પ્રથમ અણુવ્રતના અતિચારો છે.
બંધઃ બંધ એટલે પશુ વગેરેને દોરી -દોરડા વગેરેથી બાંધવા. વધઃ વધ એટલે ચાબુક વગેરેથી મારવું. છવિચ્છેદઃ છવિ એટલે ચામડી. તેના યોગથી શરીર પણ છવિ કહેવાય. આથી છવિચ્છેદ એટલે છરી વગેરેથી શરીરને છેદવું. અતિભારારોપણ એટલે બળદ આદિની પીઠ ઉપર સોપારી વગેરેનો ઘણો ભાર મૂકવો. અન્નપાનનિરોધ એટલે ભોજન-પાણી ન આપવા.
ક્રોધ અને લોભ આદિ કષાયરૂપ મલથી મલિન અંત:કરણવાળો જીવ જીવના પ્રાણના નાશની અપેક્ષા રાખ્યા વિના બંધ વગેરે કરે તે બંધ વગેરે અતિચાર છે, અર્થાત્ શ્રાવક કષાયને વશ બનીને પ્રાણનાશની દરકાર કર્યા વિના નિર્દયપણે બંધ વગેરે કરે તે અતિચાર છે. જીવનો પ્રાણ ન જાય એની કાળજી રાખીને (દયાર્દ હૃદયથી) બંધ વગેરે કરે તો પણ બંધ વગેરે અતિચાર રૂપ બનતા નથી. કારણકે જીવના પ્રાણ ન જવા જોઈએ એવી અપેક્ષા રહેલી છે.
અહીં આવશ્યકચૂર્ણિ આદિમાં કહેલો વિધિ આ પ્રમાણે છે:- બંધઃ બેપગા કે ચારપગા પ્રાણીઓનો બંધ હોય. તે બંધ પણ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણ બંધ કરવો યોગ્ય નથી. સકારણ બંધ સાપેક્ષ અને નિરપેક્ષ
૧૪૫