________________
ત્રીજો અધ્યાય
ધર્મબિંદુપ્રક૨ણ
--
સમય માટે સ્વીકારેલી વેશ્યા. ગમન એટલે સેવન. ઈત્વર પરિગૃહીતાગમન એટલે વેશ્યાગમન. અપરિગૃહીતાગમન :- જેણે બીજા પાસે મૂલ્ય નથી લીધું તેવી વેશ્યા તથા નાથ વિનાની કુલાંગના અપરિગૃહીતા છે. અપરિગૃહીતાનું સેવન એ અપરિગૃહીતા ગમન. અનંગક્રીડા :- અંગનો અર્થ શરીરનો કોઈ પણ અવયવ થાય. પણ અહીં મૈથુનની અપેક્ષાએ સ્ત્રીયોનિ અને પુરુષચિહ્ન અંગ તરીકે વિવક્ષિત છે. તે સિવાયના સ્તન, બગલ, છાતી અને મુખ વગેરે અવયવો અનંગ છે. સ્તન આદિ અવયવોમાં તેવી ક્રીડા વિષયચેષ્ટા કરવી તે અનંગ ક્રીડા. અથવા અનંગ એટલે કામ, અર્થાત્ વિષયવાસના. કામની ક્રીડા અથવા કામ માટે ક્રીડા તે કામ ક્રીડા. સ્વલિંગથી ( = પુરુષચિહ્નથી) મૈથુનસેવન કરવા છતાં અસંતોષથી ચામડી, કાષ્ઠ, ફળ, માટી વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા કૃત્રિમ સાધનોથી સ્ત્રીની યોનિનું સેવન કરે તે અનંગ ક્રીડા. તીવ્રકામાભિલાષ :- કામ એટલે કામના ઉદયથી સેવાતું મૈથુન. મૈથુનમાં તીવ્ર અભિલાષ રાખવો તે તીવ્ર કામાભિલાષ. અત્યંત મૈથુનના અધ્યવસાયવાળા બનીને સદા મૈથુન સુખ અનુભવી શકાય તે માટે વાજીકરણ ઔષધ આદિથી કામને પ્રદીપ્ત બનાવવો એ તીવ્રકામાભિલાષ છે. અથવા સૂત્ર માત્ર સૂચન કરે છે. (વિશેષ અર્થ વ્યાખ્યાનથી = ટીકાથી સમજી શકાય છે.) આથી કામ એટલે કામભોગ, અર્થાત્ તીવ્રકામાભિલાષ શબ્દના સ્થાને તીવ્ર કામભોગાભિલાષ શબ્દ સમજવો. તેમાં શબ્દ અને રૂપ કામ છે. ગંધ, રસ, અને સ્પર્શ ભોગ છે. કામ અને ભોગમાં (= પાંચ વિષયોમાં) તીવ્ર અભિલાષ રાખવો, અર્થાત્ તીવ્ર કામભોગના અધ્યવસાયવાળા બની જવું તે તીવ્રકામભોગાભિલાષ છે. આ પાંચ અતિચારોમાં પહેલા બે અતિચારો સ્વસ્ત્રીસંતોષીને જ હોય, પરસ્ત્રીત્યાગીને નહિ. બાકીના ત્રણ અતિચારો બંનેને હોય. આ જ મત આગમાનુસારી છે.કહ્યું છે કે - “સ્વસ્ત્રીસંતોષી જીવે આ પાંચ અતિચારો જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ” (ઉપાસકદશાંગ)
અહીં અતિચારોની ઘટના આ પ્રમાણે છેઃ- વેશ્યાને મૂલ્ય આપીને થોડો સમય પોતાની કરેલી હોવાથી ‘‘આ મારી સ્ત્રી છે’’ એવી બુદ્ધિના કારણે વ્રતસાપેક્ષ હોવાથી વ્રતભંગ ન થાય, પણ થોડા સમય માટે સ્વીકાર કર્યો હોવાથી પરમાર્થથી તો પોતાની સ્ત્રી ન હોવાથી વ્રતભંગ છે. આમ દેશથી ભંગ અને દેશથી અભંગ રૂપ હોવાથી ઈત્વ૨પરિગૃહીતાગમન અતિચાર છે. અનાભોગ આદિથી કે અતિક્રમ આદિથી અપરિગૃહીતા સાથે વિષય સેવનથી અપરિગૃહીતાગમન અતિચાર લાગે
૧૫૭