________________
ધર્મબિંદુપ્રકરણ
ઈચ્છા પણ હોઈ શકે. તથા ગીતાર્થો ભદ્રિક મિથ્યાદૃષ્ટિને પણ સત્યમાર્ગમાં પ્રવેશ કરાવવા માત્ર અભિગ્રહરૂપ વ્રતો આપે છે. જેમ કે આર્યસુહસ્તિ મહારાજે ભિખારીને સર્વવિરતિ આપી હતી.
ત્રીજો અધ્યાય
પરવિવાહ કરવાનો ત્યાગ પોતાના સંતાનો સિવાય બીજાઓના વિવાહ અંગે યોગ્ય છે, પોતાના સંતાનો અંગે નહિ. કારણ કે પોતાના સંતાનોનો વિવાહ ન કરે તો પોતાની કન્યા વ્યભિચારિણી બને. તેમ થાય તો (ધર્મી માતા-પિતાના ધર્મની નિંદા દ્વારા) શાસનની હીલના થાય. લગ્ન થઈ ગયા હોય તો વ્રતનું બંધન કર્યું હોવાથી ( = પતિનું નિયંત્રણ હોવાથી) તેમ ન બને. પોતાનાં સંતાનોના વિવાહ માટે પણ અમુક સંખ્યાથી વધારે સંતાનોનો વિવાહ નહિ કરું એવો સંખ્યાનો અભિગ્રહ કરવો જોઈએ એમ જે પહેલાં કહ્યું છે તે પણ અન્ય કોઈ પોતાનાં સંતાનોના વિવાહની ચિંતા કરનાર હોય તો યોગ્ય છે, અથવા જેટલી સંખ્યા નક્કી કરી હોય તેટલી સંખ્યા થઈ ગયા પછી બીજાં નવાં સંતાનોને જન્મ ન આપે તો યોગ્ય છે.
કેટલાક કહે છે કે - (વ્રતસ્વીકાર સમયે એક કે બે વગેરે જેટલી સ્ત્રી હોય તેટલી) સ્ત્રી સાથે મૈથુન સેવનથી સંતોષ ન થવાથી કામવાસનાની પૂર્તિ માટે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે પવિવાહ કરણ છે. આ અતિચાર સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને હોય છે.
સ્ત્રીઓ માટે સ્વપુરુષસંતોષ કે પરપુરુષ ત્યાગ એ બંનેનો એક જ અર્થ છે. કારણ કે સ્ત્રીઓને સ્વપતિ સિવાય અન્ય સર્વ પુરુષો પરપુરુષો છે. આથી પવિવાહ કરણ અનંગક્રીડા અને તીવ્રકામાભિલાષ એ ત્રણ અતિચારો જેમ સ્વસ્ત્રી સંતાષી પુરુષને હોય એમ સ્ત્રીને પણ સ્વપુરુષમાં હોય.
(સ્ત્રીઓમાં બીજા-ત્રીજા અતિચારની ઘટનાઃ-) શોક્યો હોય અને પતિએ વારા બાંધ્યા હોય તો શોક્યના વારાના દિવસે શોક્યનો વારો ટાળીને પતિ સાથે વિષયસેવન કરે ત્યારે ઈત્વરપરિગૃહીતગમનરૂપ બીજો અતિચાર લાગે. પરપુરુષની સાથે વિષયસેવનની ઈચ્છા થાય ત્યારે સાક્ષાત્ સંયોગ ન થાય ત્યાં સુધી અતિક્રમ આદિથી અપરિગૃહીતગમન રૂપ ત્રીજો અતિચાર લાગે. અથવા પતિ બ્રહ્મચારી હોય તો તેની સાથે વિષયસેવનની ઈચ્છા થાય ત્યારે અતિક્રમ આદિથી ત્રીજો અતિચાર લાગે. (૨૬)
૧૬૦