________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
કરવો જોઈએ. કારણ કે શ્રાવક અતિશય પાપભીરુ હોવાથી સંપૂર્ણ બ્રહ્મચર્યની ભાવના હોવા છતાં વેદોદયને ( = કામપીડાને) સહન ન કરી શકવાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકતો નથી. આથી જ્યારે વેદોદયને સહન ન કરી શકાય ત્યારે માત્ર વેદોદયને( = કામપીડાને) શમાવવા માટે સ્વસ્ત્રીસંતોષ કે પરસ્ત્રીત્યાગરૂપ વ્રત ગ્રહણ કરે છે. મૈથુનનાં અંગો (સ્ત્રીયોનિ – પુરુષચિહન) થી વિષયસેવન કરવાથી વેદોદય શમી જતો હોવાથી પરમાર્થથી પરસ્ત્રીત્યાગની કે સ્વસ્ત્રી સંતોષના સ્વીકારની સાથે અનંગ ક્રીડાનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. એ જ પ્રમાણે પરવિવાહ અને તીવ્રકામાભિલાષનું પણ પરમાર્થથી પ્રત્યાખ્યાન થઈ જાય છે. આમ અનંગક્રીડા આદિ ત્રણનો અપેક્ષાએ નિયમ હોવાથી એ ત્રણ આચરવાથી નિયમનો ભંગ થાય, અને અપેક્ષાએ નિયમ ન હોવાથી એ ત્રણ આચરવાથી નિયમભંગ ન થાય. આથી એ ત્રણ અતિચાર છે.
બીજાઓ અનંગક્રીડાની ઘટના આ પ્રમાણે કરે છે:- મારે મૈથુન સેવનનો નિયમ છે, અનંગક્રીડાનો નહિ, આવી પોતાની બુદ્ધિથી મૈથુનસેવનનો ત્યાગ કરે, પણ સ્વસ્ત્રીસંતોષી વેશ્યા આદિમાં અને પરસ્ત્રીત્યાગી પરસ્ત્રીમાં આલિંગનાદિ રૂપ અનંગ ક્રીડા કરે, તો તેને અપેક્ષાએ જ અતિચાર લાગે. કારણ કે વ્રતની અપેક્ષાવાળો
પરવિવાહની ઘટના આ પ્રમાણે છે:- સ્વસ્ત્રીસંતોષી સ્વસ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, પરસ્ત્રી ત્યાગી સ્વસ્ત્રી અને વેશ્યા સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, મન-વચન-કાયાથી મૈથુન ન કરવું અને ન કારવવું એવું વ્રત લે ત્યારે પરવિવાહ કરવાથી પરમાર્થથી પરને મૈથુન કરાવ્યું ગણાય. પણ વ્રત લેનાર એમ માને કે હું વિવાહ કરાવું છું, મૈથુન નહિ. આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર થાય
પ્રશ્ન : પરવિવાહકરણ અતિચાર લાગવામાં કન્યાકુલની ઈચ્છા કારણ જણાવેલ છે. પણ તે ઘટતું નથી. જો વ્રત લેનાર સમ્યગ્દષ્ટિ હોય તો તેને કન્યાફલની ઈચ્છા ન હોય. (કારણ કે કન્યાફલની ઈચ્છા મિથ્યાત્વ છે.) હવે જો તે મિથ્યાદૃષ્ટિ હોય તો તેને અણુવ્રતો જ ન હોઈ શકે. (કારણ કે સમ્યકત્વ વિના વાસ્તવિક વિરતિ ન હોય.) આથી કન્યાફલની ઈચ્છા પરવિવાહકરણનું કારણ શી રીતે બને?
ઉત્તર : જેની બુદ્ધિ વિકસિત બની નથી તેવા સમ્યમ્ દૃષ્ટિમાં કન્યાકુલની
૧૫૯