________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
ઊર્ધ્વક્ષેત્ર વ્યતિક્રમ, અધઃક્ષેત્રવ્યતિક્રમ, તિર્થક ક્ષેત્ર વ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિ અંતર્ધાન એ પાંચ પહેલા ગુણવ્રતના અતિચારો છે.
પહેલા ત્રણ અતિચારોની ઘટના આ પ્રમાણે છે -
પરિમાણ કરેલા ક્ષેત્રથી આગળ રહેલી વસ્તુને બીજા દ્વારા પોતાના ( = પરિમાણ કરી રાખેલા) ક્ષેત્રમાં મંગાવે ત્યારે, અથવા પરિમાણ કરેલા ક્ષેત્રમાં રહેલી વસ્તુને બીજા દ્વારા પરિમાણ કરેલા ક્ષેત્રથી આગળ મોકલે ત્યારે, અથવા વસ્તુ લાવવી અને મોકલવી એ બંને કરે ત્યારે, આ ત્રણ અતિચારો લાગે. જેણે ““બીજા પાસે નહિ કરાવું” એ રીતે આ વ્રત લીધું હોય તેને જ મંગાવવા વગેરેમાં અતિચાર લાગે. જેણે ““હું નહિ કરું' એ રીતે જ આ વ્રત લીધું હોય તેને મંગાવવા વગેરેમાં અતિચાર ન જ લાગે. કારણ કે તેવો નિયમ જ નથી.
ક્ષેત્રવૃદ્ધિઃ- દિશા પરિમાણ વ્રતમાં જવા આવવા માટે ધારેલા અલ્પ ક્ષેત્રમાં વધારો કરવો, અર્થાત્ પૂર્વ વગેરે દિશામાં ધારેલા ક્ષેત્રમાં પશ્ચિમ વગેરે દિશાના ક્ષેત્રનું પરિમાણ ઉમેરીને વૃદ્ધિ કરવી, તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે. જેમ કે- કોઈએ પૂર્વ - દિશામાં સો યોજનથી આગળ ન જવું, અને પશ્ચિમ દિશામાં પણ સો યોજનથી આગળ ન જવું એવો નિયમ લીધો. પછી કોઈ એક દિશામાં સો યોજનથી આગળ જવાની જરૂરિયાત ઊભી થતાં તે એક દિશામાં નેવું યોજન રાખીને બીજી દિશામાં એકસો દશ યોજન કરે. અહીં બંને દિશાના મળીને બસો યોજનનું પરિમાણ કાયમ રહેવાના કારણે વ્રત સાપેક્ષ હોવાથી આ પ્રમાણે ક્ષેત્રવૃદ્ધિ કરનારને અતિચાર લાગે.
સ્મૃતિ - અંતર્ધાનઃ- કરેલું દિશાનું સોયોજન વગેરે પરિમાણ અતિ વ્યાકુલતા, પ્રમાદ, વિસ્મરણસ્વભાવ વગેરેના કારણે ભૂલી જવું તે સ્મૃતિ-અંતર્ધાન.
અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છેઃ- ઉપરની દિશામાં જે પરિમાણ લીધું હોય તેનાથી વધારે દૂર પર્વતના શિખર ઉપર કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી વસ્ત્ર કે આભૂષણ લઈને જાય તો તેનાથી ત્યાં ન જઈ શકાય. જો તે વસ્તુ (વસ્ત્ર કે આભૂષણ) પડી જાય કે બીજો કોઈ લઈ આવે તો લઈ શકાય. અષ્ટાપદ કે ગિરનાર વગેરે પર્વતોમાં આવું બને. એ જ પ્રમાણે નીચે કૂવા વગેરેમાં પણ સમજવું.
તથા તીઈ દિશામાં જે પ્રમાણ લીધું હોય તેનું મન - વચન-કાયાથી ઉલ્લંઘન ન કરવું. તથા એક દિશામાંથી બીજી દિશામાં ઉમેરીને ક્ષેત્રવૃદ્ધિ ન કરવી જોઈએ. તે આ પ્રમાણેઃ-દિશા પરિમાણ કરનાર શ્રાવક કરિયાણું લઈને પૂર્વદિશામાં પરિમાણ
૧૬