________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
માસ વગેરે સમય સુધી દ્વિપદ-ચતુષ્પદનું પરિમાણ કરે. હવે ૧૨ માસ વગેરે કાળમાં કોઈનો જન્મ થાય તો પરિમાણથી સંખ્યા વધી જાય. આથી અમુક સમય ગયા બાદ ગાય વગેરેને ગર્ભ ધારણ કરાવે. જેથી ૧૨ માસ વગેરે પછી જન્મ થાય. અહીં ગર્ભમાં હોવાથી પરિમાણની સંખ્યા વધી જવાથી વ્રતભંગ છે, પણ બહાર જન્મ ન થયો હોવાથી વ્રતભંગ નથી. આથી આ રીતે ગર્ભધારણ કરાવવાથી અતિચાર
લાગે.
કુખ્યપ્રમાણાતિક્રમ - બેસવાનું આસન અને સુવાની પથારી વગેરે ઘરમાં ઉપયોગી સામગ્રી કુપ્ય છે. તેના પરિમાણનું ભાવથી = પર્યાયાન્તર કરીને ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણેઃ- કોઈએ દશ કથરોટ (પરાત) થી વધારે કથરોટ ન રાખવાનો નિયમ લીધો. કારણસર કથરોટો ડબલ થઈ ગઈ. આથી વ્રતભંગના ભયથી બધી કથરોટો ભંગાવીને બે બે કથરોટોની એક એક મોટી કથરોટ કરાવી નાખી. આમ કરવામાં ખૂલદૃષ્ટિએ સંખ્યા વધતી નથી, પણ પરમાર્થથી સંખ્યા વધે છે. કારણ કે એ સંખ્યા સ્વાભાવિક નથી, કિંતુ ફેરફાર કરીને કરેલી છે. આમ ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર લાગે. કેટલાક કહે છે કે ભાવ એટલે તે વસ્તુનું અર્થપણું = તે વસ્તુને લેવાની ઈચ્છા. નિયમ કર્યા પછી નિયમથી વધારે કથરોટ કોઈ આપે, અગર પોતાને જરૂર પડે તો બીજાને કહી દે કે, અમુક સમય પછી હું એ લઈશ, આથી તમારે એ વસ્તુ બીજાને આપવી નહિ. આમ બીજાને નહિ આપવાની શરતે રાખી મૂકે. આમ કરવામાં બાલ્યદૃષ્ટિએ સંખ્યામાં વધારો થયો નથી, પણ પરમાર્થથી નિયમથી વધારે લેવાના ભાવ = પરિણામ થયા હોવાથી સંખ્યાનો વધારો થયો છે. આથી અતિચાર લાગે.
અહીં પ્રમાણતિક્રમ એ શબ્દનો માત્ર શબ્દાર્થ જ પકડવામાં આવે તો ભંગ અને અતિચારમાં ભેદ ન રહે. આથી ભંગ અને અતિચારમાં ભેદ જણાવવા માટે અહીં “એક ક્ષેત્ર સાથે બીજા ક્ષેત્રને જોડીને તેના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે, ચાંદી વગેરે કરેલા પ્રમાણથી અધિક મળે ત્યારે થોડા સમય માટે બીજાને આપવાથી અતિચાર લાગે” ઈત્યાદિથી ભાવના (= અતિચારની ઘટના) બતાવી છે.
પ્રશ્નઃ પરિગ્રહના નવ પ્રકાર હોવાથી અતિચાર નવ થાય, જ્યારે અહીં પાંચ જ કહ્યા છે તેનું શું કારણ?
ઉત્તરઃ સમાન હોવાથી ચાર ભેદોનો પાંચ ભેદોમાં સમાવેશ થઈ ગયો છે.
૧૬૪