________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
तस्य यन्मानं तस्य पर्यायान्तरारोपणेनातिक्रमोऽतिचारो भवति, यथा किल केनापि ‘दश करोटकानि' इति कुप्यस्य परिमाणं कृतम्, ततस्तेषां कथञ्चिद् द्विगुणत्वे भूते सति व्रतभङ्गभयात् तेषां द्वयेन द्वयेन एकैकं महत्तरं कारयतः पर्यायान्तरकरणेन संख्यापूरणात् स्वाभाविकसंख्याबाधनाच्चातिचारः। अन्ये त्वाहः- तदर्थत्वेन 'विवक्षितकालावधेः परतोऽहमेतत् करोटकादि कुप्यं ग्रहिष्याम्यतो नान्यस्मै देयम्' इति पराप्रदेयतया व्यवस्थापयत इति ५। यथाश्रुतत्वेन चैषामभ्युपगमे भङ्गातिचारयोर्न विशेषः स्यादिति तद्विशेषोपदर्शनार्थं मीलन- वितरणादिना भावना दर्शितेति। यच्च क्षेत्रादिपरिग्रहस्य नवविधत्वेन नवसङ्ख्यातिचारप्राप्तौ पञ्चसङ्ख्यत्वमुक्तं तत् सजातीयत्वेन शेषभेदानामत्रैवान्तर्भावात्, शिष्यहितत्वेन च प्रायः सर्वत्र मध्यमगतेर्विवक्षितत्वात् पञ्चक सङ्ख्ययै वातिचार परिगणनम्, अतः क्षेत्रावास्त्वादि सङ्ख्ययाऽतिचाराणामगणनमुपपन्नमिति ।।२७।।
હવે પાંચમા અણુવ્રતના અતિચારો કહે છે - ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસ-દાસ, અને કુષ્ય એ પાંચના પ્રમાણને અતિક્રમ કરવો એ પાંચમા અણુવ્રતના પાંચ અતિચારો છે.
ક્ષેત્ર- વાસ્તુ પ્રમાણાતિક્રમ- જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય છે તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ - કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે કેતુ ભૂમિ છે. જેમાં આકાશના (વર્ષાદના) પાણીથી ખેતી થાય તે કેતુ ભૂમિ છે. જેમાં વાવ આદિ અને આકાશ એ બંનેના પાણીથી ખેતી થાય તે સેતુ - કેતુ ભૂમિ છે. વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે (વસવા લાયક) પ્રદેશ. ઘરના ખાત, ઉસ્કૃિત અને ખાતોષ્કૃિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભોંયરું વગેરે ખાત છે. જે જમીનની ઉપર હોય તે ઘર-દુકાન-મહેલ વગેરે ઉચ્છિત છે. ભોયરા આદિસહિત ઘર વગેરે ખાતોચ્છિત છે.
એક ક્ષેત્ર કે વાસ્તુને બીજા ક્ષેત્ર કે વાસ્તુ સાથે જોડીને તેના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે :- કોઈએ એક ક્ષેત્ર કે વાસ્તુ રાખવાનો અભિગ્રહ કર્યો, પછી બીજા ક્ષેત્ર કે વાસ્તુ રાખવાની ઈચ્છા થતાં વ્રતભંગના ભયથી પૂર્વના ક્ષેત્ર વગેરેની પાસે નવું ક્ષેત્ર વગેરે લે, પછી પૂર્વની સાથે તેને એક કરવા માટે વાડ વગેરે દૂર કરીને લીધેલા ક્ષેત્રને પૂર્વના ક્ષેત્ર સાથે જોડી દે. આમ કરનાર વ્રતની અપેક્ષાવાળો હોવાથી અને અપેક્ષાએ (બેનું એક કરવાની અપેક્ષાએ) વિરતિને બાધા કરવાથી ( = પરમાર્થથી પ્રમાણનું ઉલ્લંઘન કરવાથી)
૧૬૨