________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
અતિચાર લાગે.
હિરણ્ય-સુવણતિક્રમ :- હિરણ્ય એટલે ચાંદી, સુવર્ણ એટલે સોનું. પરિમાણથી અધિક ચાંદી-સુવર્ણ બીજાને આપી પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. જેમ કે કોઈએ ચાર માસ વગેરે અવધિ સુધી ચાંદી વગેરેનું પરિમાણ કર્યું. તે દરમિયાન ખુશ થયેલા રાજા વગેરેની પાસેથી તેણે ચાંદી વગેરે પરિમાણથી અધિક મેળવ્યું. વ્રતભંગના ભયથી પરિમાણનો અવધિ પૂર્ણ થશે ત્યારે લઈ લઈશ એવી બુદ્ધિથી મેળવેલ ચાંદી વગેરે બીજાને આપે. આમ કરવામાં વ્રતની અપેક્ષા રહેલી હોવાથી (અને પરમાર્થથી પરિમાણ વધી ગયું હોવાથી) અતિચાર લાગે. - ઘન -ધાન્ય પ્રમાણતિક્રમઃ- ધનના ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય એમ ચાર પ્રકાર છે. ગણીને લેવડ - દેવડ થાય તે સોપારી વગેરે ગણિમ છે. જોખીને લેવડ-દેવડ થાય તે ગોળ વગેરે પરિમ છે. માપીને લેવડ-દેવડ થાય તે ઘી વગેરે મેય છે. પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન, વસ્ત્ર વગેરે પરિછેદ્ય છે. ચોખા વગેરે ધાન્ય છે. બાંધીને રાખી મૂકવા આદિ રૂપ બંધનથી ધન-ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણેઃ- કોઈએ ધન આદિનું પરિમાણ કર્યું, પછી કોઈ લેણાનું કે બીજાં ધન વગેરે આપવા આવ્યો. મારો નિયમ પૂરો થશે એટલે અથવા ઘરમાં રહેલું ધન વેચાઈ જશે એટલે લઈશ એમ વિચારીને આપનારને ત્યાંજ દોરી આદિથી બાંધીને રાખી મૂક્યું. અથવા અમુક સમય પછી હું આ લઈ જઈશ એવી ખાતરી આપીને આપનારને ત્યાં જ રાખી મૂક્યું. “અહીં વ્રતભંગના ભયથી આમ કરે છે. આથી વ્રતસાપેક્ષ હોવાથી વ્રતનો ભંગ નથી, પણ પરમાર્થથી પરિમાણથી અધિક થવાથી વ્રતભંગ છે.
દાસી - દાસ પ્રમાણાતિક્રમ - દાસી - દાસ શબ્દ સર્વ દ્વિપદ (બે પગવાળા) અને ચતુષ્પદ (= ચાર પગવાળા) પ્રાણીનું ઉપલક્ષણ છે. તેમાં પુત્ર, પત્ની, દાસી, દાસ, નોકર, પોપટ અને મેના વગેરે દ્વિપદ પ્રાણી છે, ગાય અને ઊંટ વગેરે ચતુષ્પદ પ્રાણી છે. પુત્ર વગેરે દ્વિપદ અને ગાય વગેરે ચતુષ્પદ પ્રાણીના પ્રમાણનું કારણથી = ગર્ભાધાનથી ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે - કોઈ ૧૨ • અહીં પ્રથમ વિકલ્પમાં જાતે જ બાંધીને આપનારને ત્યાં રહેવા દે છે. બીજા વિકલ્પમાં પોતે બાંધવું વગેરે કરતો નથી, માત્ર હું પછી લઈશ એવી ખાતરી આપે છે. આપનાર પોતાને ત્યાં બાંધીને રાખી મૂકે છે.
૧૬૩