________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
આ બે અતિચારો પરસ્ત્રી ત્યાગ કરનારની અપેક્ષાએ નથી, કિંતુ સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારની અપેક્ષાએ છે. કારણ કે ઈત્વરકાલપરિગૃહીતા અને અપરિગૃહીતા એ બંને વેશ્યા હોવાથી અને અનાથ એવી કુલાંગનાનો કોઈ પતિ ન હોવાથી જ પરસ્ત્રી ન કહેવાય.
બીજાઓ કહે છે કે- સ્વસ્ત્રીસંતોષીની અપેક્ષાએ ઈત્રપરિગૃહીતાગમન અને પરસ્ત્રીત્યાગીની અપેક્ષાએ અપરિગૃહીતાગમન અતિચાર છે. તેમાં પ્રથમ અતિચારની ઘટના પૂર્વે કહ્યું તેમ સમજવી. બીજાની ઘટના આ પ્રમાણે છે : અપરિગ્રહીતા એટલે વેશ્યા. બીજાનું મૂલ્ય લીધું હોય ત્યારે વેશ્યા સાથે વિષય સેવન કરે તો પરસ્ત્રીગમનથી જે દોષો લાગે છે તે દોષો લાગવાનો સંભવ હોવાથી તથા અપેક્ષાએ (તેટલા ટાઈમ માટે તે વેશ્યા બીજાની હોવાથી) પરસ્ત્રી હોવાથી વ્રતનો ભંગ થાય, પણ વેશ્યા હોવાથી કોઈની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ ન હોવાથી વ્રતનો ભંગ ન થાય. આમ ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર ગણાય.
અહીં બીજાઓ વળી બીજી રીતે કહે છે. તે આ પ્રમાણે :- “પરસ્ત્રીનો ત્યાગ કરનારને પાંચ અને સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને • ત્રણ, સ્ત્રીને અપેક્ષાએ ત્રણ અને અપેક્ષાએ પાંચ અતિચારો હોય છે.” (સંબોધ પ્ર. શ્રાવક વ્રતા. ૪૧)
આની ઘટના આ પ્રમાણે છે :- બીજાએ થોડા સમય માટે સ્વીકારેલી વેશ્યા સાથે વિષય સેવન કરવાથી પરસ્ત્રી ત્યાગીને અતિચાર લાગે. કારણકે અપેક્ષાએ તે પરની (જેણે થોડા સમય માટે સ્વીકાર કર્યો છે તેની) સ્ત્રી છે.
તથા અપરિગૃહીતા અને અનાથ કુલાંગના સાથે વિષયસેવનથી પણ પરસ્ત્રીત્યાગીને જ અતિચાર લાગે. કારણ કે લોકમાં તેની પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ છે. પણ તેની સાથે મૈથુન સેવવાની ઈચ્છાવાળા પુરુષની કલ્પનાથી તેનો પતિ વગેરે ન હોવાથી તે પરની સ્ત્રી નથી. બાકીના ત્રણ અતિચારો તો પરસ્ત્રીત્યાગી અને સ્વસ્ત્રીસંતોષી એ બંનેને હોય. તે આ પ્રમાણે :- સ્વસ્ત્રીસંતોષીએ સ્વસ્ત્રીમાં પણ અને પરસ્ત્રીત્યાગીએ વેશ્યાદિ અને સ્વસ્ત્રી એ બંનેમાં અનંગક્રીડા નહિ કરવી જોઈએ. જોકે અનંગ ક્રીડાનું સાક્ષાત્ પ્રત્યાખ્યાન કર્યું નથી, છતાં શ્રાવકે તેનો ત્યાગ
•સ્વસ્ત્રી સંતોષીને ઈત્વર પરિગૃહીતાગમન અને અપરિગૃહીતાગમનથી વ્રતભંગજ થાય, આથી ત્રણ અતિચાર છે.
૧૫૮