________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
एव, केवलं सहसाकारादिना अतिक्रमव्यतिक्रमादिना वा प्रकारेण विधीयमाना अतीचारतया व्यपदिश्यन्ते इति। न चैते राजसेवकादीनां न संभवन्ति, तथाहि- आद्ययोः स्पष्ट एव तेषां संभवः, विरूद्धराज्यतिक्रमस्तु यदा सामन्तादिः स्वस्वामिनो वृत्तिमुपजीवति तद्विरुद्धस्य च सहायीभवति तदा तस्यातिचारो भवति, कूटतुलादयस्तु यदा भाण्डागारद्रव्याणां विनिमयं कारयति तदा राज्ञोऽप्यतिचाराः स्युरिति ।।२५।।
હવે ત્રીજા અણુવ્રતના અતિચારો કહે છે :
સ્તનપ્રયોગ, તદાહતાદાન, વિરુદ્ધરાજ્યાતિક્રમ, હીનાધિકમાનોન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ પાંચ ત્રીજા અણુવ્રતના અતિચારો છે.
સ્તનપ્રયોગ :- સ્તન એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા કરવી. તમે ચોરી કરો એ પ્રમાણે ચોરને પ્રેરણા કરવી એ સ્તનપ્રયોગ. તદાહતાદાન - તદ્ એટલે ચોરો. આદત એટલે ચોરેલું. આદાન એટલે લેવું. ચારોએ ચોરેલ કેશર વગેરે દ્રવ્ય લેવું તે તદાહતાદાન વિરુદ્ધરાજ્યાતિક્રમ -વિરુદ્ધ એટલે પોતાના રાજાનો વિરોધી રાજા, તે રાજાનું રાજ્ય કે સૈન્ય. અતિક્રમ એટલે પ્રવેશ. પોતાના રાજાની ભૂમિની સરહદને ઓળંગીને પોતાના રાજાના વિરોધી રાજાના સૈન્યમાં કે દેશમાં પ્રવેશ કરવો તે વિરુદ્ધરાજ્યાતિક્રમ. હીનાધિકમાનોન્માન : હીન એટલે સ્વાભાવિકની અપેક્ષાએ ન્યૂન. અધિક એટલે સ્વાભાવિકની અપેક્ષાએ અધિક. કુડવ વગેરે માપાં અને ત્રાજવાં હીન- અધિક રાખવા તે હીનાધિકમાનોન્માન. (જ્યારે વસ્તુ લેવાની હોય ત્યારે ભારે – મોટાં માપાં - તોલાં રાખવા અને જ્યારે વસ્તુ આપવાની હોય ત્યારે હલકાં-નાનાં માપાં - તોલાં રાખવા.) પ્રતિરૂપક વ્યવહાર -પ્રતિરૂપક એટલે સમાન. વ્યવહાર એટલે વિક્રય કરવો – વેચવું. શુદ્ધ ડાંગર વગેરેના જેવા ફોતરા વગેરે વસ્તુને શુદ્ધ ડાંગર વગેરે તરીકે વેચવી. અથવા શુદ્ધ ઘી આદિના જેવી ચરબી વગેરે વસ્તુને શુદ્ધ ઘી આદિ તરીકે વેચવી તે પ્રતિરૂપક વ્યવહાર છે. અર્થાત અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી. અથવા અસલી વસ્તુમાં નકલી વસ્તુ ભેળવીને અસલી તરીકે વેચવી તે પ્રતિરૂપક વ્યવહાર છે.
જો કે હું ચોરી ન કરે અને બીજાને ચોરી ન કરાવું એવું વ્રત લેનારને તેના પ્રયોગથી વ્રતભંગ જ થાય, તો પણ કોઈ (મંદબુદ્ધિ) જીવ તમે હમણાં નવરા કેમ બેઠા છો? જો તમારી પાસે ભોજન વગેરે ન હોય તો હું આપું, તમારી ચોરી લાવેલી વસ્તુને કોઈ વેચનાર ન હોય તો હું વેચીશ, વગેરે વચનોથી ચોરોને ચોરીની પ્રેરણા • કુડવ એ જાના જમાનાનું લગભગ સવાસો ગ્રામનું એક માપ છે.
૧૫૨