________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
કરે, પણ સ્વકલ્પનાથી ““હું પોતે ક્યાં ચોરી કરાવું છું!” એમ માને. આ રીતે પોતાની કલ્પનાથી ચોરીની પ્રેરણાનો ત્યાગ કરનારને વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર
લાગે.
ચોરે ચોરી કરીને લાવેલી વસ્તુને લોભના કારણે વેચવા માટે ગુપ્ત રીતે લેનાર ચોર બને છે. કહ્યું છે કે - “ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરીની મંત્રણા કરનાર, ચોરીનો ભેદ જાણનાર, (ચોરીનો ભેદ જાણીને મદદ કરનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર અને ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર છે.” આથી ચોરીની વસ્તુ લેનારે ચોરી કરી હોવાથી વ્રતભંગ થાય, પણ હું તો વેપાર જ કરું છું, ચોરી કરતો નથી આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી વ્રતભંગ થતો નથી. આમ ચોરી લાવેલી વસ્તુ લેવામાં દેશથી ભંગ અને દેશથી અભંગરૂપ તેનાહત અતિચાર લાગે.
જેને પોતાના સ્વામીએ રજા નથી આપી તે પુરુષ પર રાજાના સૈન્ય વગેરેમાં પ્રવેશ કરે તો તેને વિરુદ્ધ રાજ્યોતિક્રમ દોષ લાગે. વિરુદ્ધ રાજ્યાતિક્રમમાં સામા - નીવાવાં ઈત્યાદિ અદત્તાદાનનું લક્ષણ ઘટતું હોવાથી અને વિરુદ્ધરાજ્યાતિક્રમ કરનારાઓને ચોરીનો દંડ થતો હોવાના કારણે વિરુદ્ધરાજ્યાતિક્રમ અદત્તાદાન સ્વરૂપ હોવાથી વ્રતભંગ સ્વરૂપ જ છે, તો પણ મેં વેપાર જ કર્યો છે, ચોરી નહિ, એવી ભાવનાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ કરનાર વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં આ ચોર છે એવો વ્યવહાર ન થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે.
હીનાધિકમાનોન્માન અને પ્રતિરૂપક વ્યવહારમાં બીજાને છેતરીને બીજાનું ધન લેવામાં આવતું હોવાથી વ્રતભંગ જ છે, આમ છતાં કેવળ ખાતર પાડવું વગેરે જ ચોરી છે, ખોટાં ત્રાજવાં વગેરે વ્યવહાર અને પ્રતિરૂપક વ્યવહાર તો વણિકકલા • અદત્ત એટલે નહિ આપેલું. અદત્તના સ્વામી અદત્ત,જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર પ્રકાર છે. વસ્તુના સ્વામીએ = માલીકે જે વસ્તુ લેવાની રજા ન આપી હોય તે વસ્તુ સ્વામી અદત્ત કહેવાય. જેમાં જીવ છે તેવી ફલ વગેરે સચિત્ત વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. તેમાં રહેલ જીવે તે વસ્તુનો ઉપયોગ કરવાની રજા નહિ આપી હોવાથી સર્વપ્રકારની સચિત્ત વસ્તુ જીવ અદત્ત કહેવાય. જિનેશ્વરદેવે જે વસ્તુ લેવાની અનુજ્ઞા ન આપી હોય તે વસ્તુ તીર્થકર અદત્ત કહેવાય. જિનેશ્વરદેવે અનુજ્ઞા આપી હોય છતાં જે વસ્તુનો ઉપયોગ કરવા ગુરુની અનુજ્ઞા ન લીધી હોય, ગુરુએ રજા આપી ન હોય, તે વસ્તુ ગુરુ અદત્ત કહેવાય. આ ચાર અદત્તમાંથી ગૃહસ્થ સ્વામી અદત્ત સંબંધી ચોરીનો ત્યાગ કરી શકે છે, તે પણ સ્કૂલપણે, સૂક્ષ્મતાથી નહિ.
૧૫૩