________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
બોલવાની સલાહ આપે. આમાં વ્રતસાપેક્ષ હોવાથી અભંગ છે અને બીજાને અસત્યમાં પ્રવર્તાવવાથી વ્રતભંગ છે. આમ વ્રત ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર થાય છે.
પ્રશ્ન : અભ્યાખ્યાન ખોટા દોષ બોલવા રૂપ હોવાથી મૃષાવાદ વિરમણ વ્રતથી તેનો ત્યાગ થઈ જાય છે. આથી અભ્યાખ્યાનથી વ્રતનો ભંગ જ થાય, અતિચાર નહિ.
ઉત્તરઃ અભ્યાખ્યાનથી પરને આઘાત થાય છે. પરને આઘાત પહોંચાડનારું (અભ્યાખ્યાનનું) વચન અનુપયોગ આદિથી કહે તો માનસિક સંક્લેશ ન હોવાથી વ્રતસાપેક્ષ હોવાથી વ્રતનો ભંગ ન થાય. પણ પરના આઘાતનું કારણ હોવાથી વ્રતભંગ થાય. આમ ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર ગણાય. પણ જો તેવું વચન ઈરાદાપૂર્વક તીવ્રસંક્લેશથી કહે તો વ્રતભંગ જ થાય. કારણ કે તે વ્રતનિરપેક્ષ જ છે. કહ્યું છે કે “સહસા અભ્યાખ્યાન વગેરે જો જાણીને કરે તો વ્રતભંગ જ થાય, પણ જો અનુપયોગ આદિથી કરે તો અતિચાર લાગે.” મારે કાયાથી અસત્ય બોલવું નહિ એવું વ્રત લેનારને કે મારે કાયાથી અસત્ય બોલવું નહિ અને બીજા પાસે બોલાવવું નહિ એવું વ્રત લેનારને કૂટ લેખથી વ્રતનો ભંગ જ થાય. મારે જુઠું બોલાવવું નહીં એવું વ્રત લેનારને કૂટલેખથી નવ્રતભંગ થાય, ન તો અતિચાર લાગે. આમ કૂટલેખ અતિચાર રૂપ ન હોવા છતાં સહસા આદિથી કે અતિક્રમ આદિથી કૂટલેખ કરવામાં અતિચાર લાગે. અથવા કોઈ મંદબુદ્ધિ જીવ મારે જાડું બોલવાનું પ્રત્યાખ્યાન છે, જ્યારે આ તો લખાણ છે એવું વિચારીને કૂટલેખ કરે તો વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય.
ન્યાસ-અપહારમાં તો પ્રત્યક્ષ જ અદત્તાદાન (= ચોરી) છે. આમ છતાં મારી પાસે તારું કાંઈ પણ નથી.” એમ જાડું બોલાતું હોવાથી અનાભોગ આદિથી અપલાપ કરનારને મૃષાવાદમાં અતિચાર થાય.
સ્વદારમંત્રભેદમાં બીજાએ જેવી વાત કહી છે તેવી જ વાત કહેવાથી સત્ય છે, એથી જો કે અતિચાર ઘટતો નથી, તો પણ ગુપ્ત વાત બહાર પડવાના કારણે થયેલ લજ્જા આદિથી સ્વપત્ની આદિનું મૃત્યુ વગેરે થવાનો સંભવ હોવાથી પરમાર્થથી તે અસત્ય છે, આમ કથંચિત ભંગ સ્વરૂપ હોવાથી અતિચાર જ છે. (૨૪)
૧૫O