________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
स्वदारमन्त्रभेदः पुनरनुवादरूपत्वेन सत्यत्वात् यद्यपि नातिचारो घटते तथापि मन्त्रितार्थप्रकाशनजनितलज्जादितः स्वदारादेर्मरणादिसंभवेन परमार्थतस्तस्यासत्यत्वात् कथञ्चिद् भङ्गरूपत्वादतिचार एवेति ।।२४।।
હવે બીજા અણુવ્રતના અતિચારો કહે છે :
મિથ્યા ઉપદેશ, રહસ્ય અભ્યાખ્યાન,કૂટલેખક્રિયા, ન્યાસ અપહાર અને સ્વદારમંત્ર ભેદ એ પાંચ બીજા અણુવ્રતના અતિચારો છે.
મિથ્યા ઉપદેશઃ મિથ્યા એટલે જુઠું. બીજાને ““તું આ પ્રમાણે આ પ્રમાણે બોલ' ઇત્યાદિ અસત્ય બોલવાની શીખામણ આપવી તે મિથ્યા ઉપદેશ. રહસ્ય અભ્યાખ્યાન રહસ્ય એટલે એકાંતમાં થયેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતમાં બનેલું કહેવું છે રહસ્ય અભ્યાખ્યાન. કોઇને એકાંતમાં મસલત કરતા જોઇને (કે સાંભળીને) બીજાને કહે કે આ લોકો અમુક અમુક રાજા વગેરેથી વિરુદ્ધ મસલત કરે છે. કૂટલેખ ક્રિયા: ખોટું લખવું. ન્યાસ - અપહારઃ બીજાના ઘરે રૂપિયા વગેરે મૂકવું તે ન્યાસ, અર્થાત્ થાપણ. અપહાર એટલે અપલાપ. બીજાએ મૂકેલા રૂપિયા વગેરેનો “તે રૂપિયા વગેરે મુકયું નથી' એમ અપલાપ કરવો તે ન્યાસ – અપહાર.
સ્વદારમંત્ર ભેદઃ સ્વદાર એટલે પોતાની પત્ની. મંત્ર એટલે ગુપ્તવાત. ભેદ એટલે પ્રકાશન કરવું. પોતાની પત્નીએ મારી વાત બીજાની પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી તે સ્વદારમંત્રભેદ છે. પત્નીના ઉપલક્ષણથી મિત્ર આદિ માટે પણ તેમ સમજવું. અર્થાત્ કોઈ પણ વ્યક્તિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી એ સ્વદારમંત્રભેદ છે.
મારે બીજાને જાડું ન બોલાવવું એમ વ્રત લેવામાં કે હું જાડું નહિ બોલું અને બીજાને જાણ્યું નહિ બોલાવું એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી વ્રતનો ભંગ જ થાય. તથા હું જાણ્યું નહિ બોલું એમ વ્રત લેવામાં અસત્ય ઉપદેશથી ન બતભંગ થાય અને ન તો અતિચાર લાગે. આમ બંને રીતે વ્રત લૈવામાં અસત્ય ઉપદેશ અતિચાર રૂપ નથી. છતાં મારે જાડું ન બોલાવવું એવું વ્રત લેનારને સહસા કે અનુપયોગથી, અથવા અતિક્રમ, વ્યતિક્રમ, અને અતિચારથી બીજાને જાઠું બોલવાની સલાહ કે સૂચન આપવામાં અસત્ય ઉપદેશ રૂપ અતિચાર લાગે. અથવા વ્રતની રક્ષા કરવાની બુદ્ધિથી જાઠું બોલવાની સલાહ સીધી રીતે ન આપે, પણ અમુક અમુક પ્રસંગે અમુક અમુક કહ્યું હતું વગેરે રીતે બીજાની વાત કહેવા દ્વારા આડકતરી રીતે જાડું
૧૪૯