________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
સ્ત્રી અને વસ્ત્ર વગેરે ભોગનાં સાધનોથી શરીર ઉપર અનુગ્રહ (=ઉપકાર) થાય, પણ પુરુષ (આત્મા) ઉપર અનુગ્રહ ન થાય, અર્થાત્ પુરુષને સંતોષરૂપ ફલ ન મળે. કારણકે આત્મા દેહથી અત્યંત ભિન્ન છે. અહીં અનુગ્રહના ઉપલક્ષણથી નિગ્રહ (= અપકાર) પણ ન થાય એમ સમજી લેવું, અર્થાત્ કાંટો અને અગ્નિ વગેરેથી શરીરને નિગ્રહ (= અપકાર) થાય, પણ પુરુષને ન થાય. (આત્મા દેહથી એકાંતે ભિન્ન હોય તો દેહને સ્પર્શેલા વિષયોનો આત્માને અનુભવ ન થાય, તથા ઈષ્ટ અને અનિષ્ટ વિષયોથી અનુગ્રહ નિગ્રહ પણ ન થાય.) (૫૮)
एवं भेदपक्षं निराकृत्याभेदपक्षनिराकरणायाह
अभिन्न एवामरणं वैकल्यायोगात् ॥५९॥११७॥ इति ।
अभिन्न एव देहात् सर्वथा नानात्वमनालम्बमाने आत्मनि सति “चैतन्यविशिष्टः कायः पुरुषः' ( ) इति मतावलम्बिनां सुरगुरु शिष्याणामभ्युपगमेन, किमित्याह• अमरणं मृत्योरभावः आपद्यत आत्मनः, कुत इत्याह- वैकल्यस्यायोगाद् अघटनात्, यतो मृतेऽपि देहे न किञ्चित् पृथिव्यादिभूतानां देहारम्भकाणां वैकल्यमुपलभ्यते। वायोस्तत्र वैकल्यमिति चेन्न, वायुमन्तरेण उच्छूनभावायोगात्। तर्हि तेजसः तत्र वैकल्यमस्तीति चेन्न, तेजसो व्यतिरेकेण कुथितभावाप्रतिपत्तेरिति कथं देहाभिन्नात्मवादिनां मरणमुपपन्नं મિિત |
આ પ્રમાણે ભેદપક્ષનું ખંડન કરીને અભેદપક્ષનું ખંડન કરવા માટે કહે છે -
આત્મા દેહથી એકાંતે અભિન્ન હોય તો મરણ ન થાય. કારણકે મૃત શરીરમાં કોઈ ભૂતની ન્યૂનતા દેખાતી નથી. “ચૈતન્યવિશિષ્ટ શરીર જ આત્મા છે'' એવા મતને માનનારા બૃહસ્પતિના શિષ્યોના (નાસ્તિકોના) મત પ્રમાણે જો આત્મા દેહથી એકાંતે અભિન્ન (દહસ્વરૂપ જો હોય તો આત્માનું મરણ ન થાય. કારણકે મરેલા પણ શરીરમાં દેહનો પ્રારંભ કરનારા ( દેહને બનાવનારા) પૃથ્વી આદિ ભૂતોમાંથી કોઈ પણ ભૂતની ન્યૂનતા દેખાતી નથી. કદાચ કોઈ કહે કે તેમાં વાયુ નથી તો તે બરોબર નથી. કારણકે વાયુ વિના શરીર ફૂલે નહીં . (મૃત શરીર ફૂલે છે.) મૃત શરીરમાં તેજ નથી એમ પણ નહિ કહી શકાય. કારણકે તેજ વિના મૃતશરીરમાં કોહવાટ ન થાય. (મૃત શરીર કોહવાઈ જાય છે.) આમ આત્માને શરીરથી એકાંતે અભિન્ન માનનારાઓના મતે મરણ કેવી રીતે ઘટે? (૫૯)
૧૦૨