________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
हिंसनादिना देवतानमन-स्तवनादिना चोपायेनोपात्तस्य शुभाशुभरूपस्य कर्मणः आत्मना अनुपभोगः सुखदुःखानुभवद्वारेणावेदनमापद्यते, न हि कश्चिदन्यकृतं शुभमशुभं वा वेदयितुमर्हति, कृतनाशा-ऽकृताभ्यागमदोषप्रसङ्गादिति ।।६१।।
આત્માને શરીરથી એકાંતે ભિન્ન માનવામાં આવે તો દેહ ઉપાર્જન કરેલા કર્મને આત્મા ભોગવે નહિ. સાંખ્ય વડે સ્વીકારાયેલા શરીર અને આત્માના એકાંતભેદમાં બીજાઓને માર મારવો, બીજાઓનો તિરસ્કાર અને વધ કરવો ઇત્યાદિ ઉપાયોથી અને દેવને નમવું, દેવની સ્તુતિ કરવી ઈત્યાદિ ઉપાયોથી શરીરે ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મને આત્મા સુખ - દુઃખના અનુભવ દ્વારા ભોગવી શકે નહીં. બીજાએ ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મને કોઈ ભોગવવાને યોગ્ય = સમર્થ) થતો નથી. કારણકે બીજાએ ઉપાર્જન કરેલા કર્મને ભોગવવામાં કૃતનાશ અને અકૃત અભ્યાગમનો દોષ લાગે. (કૃતનાદ એટલે કરેલાં કર્મોનો ભોગવ્યા વિના જ નાશ. અકૃત આગમ એટલે નહીં કરેલાં કર્મોનું આગમન, અર્થાત્ નહિ કરેલાં કર્મો ભોગવવા પડે તે અકૃત આગમ. જેમકે – ચંદ્રકાંતે અમુક કર્મો કર્યા = બાંધ્યા. હવે એ કર્મોને જો સૂર્યકાંત ભોગવે તો ચંદ્રકાંતને તો ભોગવ્યા વિના જ એ કર્મોનો નાશ થયો . કારણકે ચંદ્રકાતે એ કર્મોને ભોગવ્યા નથી. આથી કૃતનાશ દોષ થયો. હવે સૂર્યકાંતે એ કર્મો કર્યા નથી છતાં ભોગવ્યા, એથી અકૃત અભ્યાગમ દોષ થયો.) (૬૧)
તથા
आत्मकृतस्य देहेन ॥६२॥१२०॥ इति । यदि च देहाद् भिन्न एव आत्मेत्यभ्युपगमः तदा आत्मकृतस्य कुशलादकुशलद्वाऽनुष्ठानादात्मसमुपार्जितस्य शुभस्याशुभस्य च कर्मण इहामुत्र च देहेन काऽनुपभोगः अवेदनं प्रसज्यते, अन्यकृतत्वात् ।।६२।।
આત્માને શરીરથી એકાંતે ભિન્ન માનવામાં આવે તો આત્માએ ઉપાર્જન કરેલા કર્મને દેહ ભોગવે નહીં. જો આત્માને દેહથી એકાંતે ભિન્ન માનવામાં આવે તો શુભ કે અશુભ અનુષ્ઠાન દ્વારા આત્માએ ઉપાર્જન કરેલા શુભ કે અશુભ કર્મને આ ભવમાં કે ભવાંતરમાં શરીર ભોગવી શકે નહીં. કારણકે બીજાએ કરેલું છે. (૬૨)
૧
/૪