________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
સ્નેહભાવથી વિભાગ કરવો = આપવું તે સંવિભાગ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને ન્યાયથી પ્રાપ્ત થયેલ અને કલ્પનીય વગેરે પ્રકારના અન્ન - પાન વગેરેનું સ્નેહભાવથી દાન કરવું તે અતિથિ સંવિભાગ વ્રત. આ વિષે વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ રચેલા શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે - “સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા અતિથિ છે. તેઓ ઘરે આવે ત્યારે ભક્તિથી ઊભા થવું, બેશવા માટે આસન આપવું, ચરણોનું પ્રમાર્જન કરવું, નમસ્કાર કરવા ઈત્યાદિથી તેમની પૂજા કરીને પોતાની વૈભવશક્તિ પ્રમાણે અન, પાણી, વસ્ત્ર, ઔષધ અને વસતિ વગેરે આપવા વડે સંવિભાગ કરવો જોઈએ.”
સામાયિક, દેશાવકાશ, પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ એ ચાર વ્રતોને શિક્ષાપદો કહેવામાં આવે છે. શિક્ષા એટલે સાધુધર્મનો અભ્યાસ. પદો એટલે સ્થાનો. આ ચાર વ્રતો સાધુધર્મનો અભ્યાસ કરવાનાં સ્થાનો છે. (૧૮)
ततश्च एतदारोपणं दानं यथाऽर्ह, साकल्य-वैकल्याभ्याम् ॥१९॥१५२॥ इति ।
इह तेषामणुव्रतादीनां प्रागुक्तलक्षणे धर्मार्ट प्राणिनि यदारोपणं उक्तविधिनैव निक्षेपणम्, तत् किमित्याह- दानं प्रागुपन्यस्तमभिधीयते, कथमित्याह-यथार्ह यथायोग्यम्, काभ्यामित्याह- साकल्य-वैकल्याभ्याम्, साकल्ये न समस्ताणुव्रत-गुणव्रतशिक्षापदाध्यारोपलक्षणेन वैकल्येन वा अणुव्रतादीनामन्यतमारोपणेनेति ।।१९।।
યથાયોગ્ય સંપૂર્ણપણે કે ન્યૂનપણે અણુવ્રત વગેરેનું આરોપણ કરવું તે દાન છે. પહેલાં (અ ૦ ૩ સૂ) ૮ માં) જેનું લક્ષણ જણાવ્યું છે તેવા ધર્મયોગ્ય જીવમાં પૂર્વે ( = અ) ૩ સૂ૦ ૧૩ – ૧૪ માં) કહેલી વિધિથી જ અણુવ્રત વગેરેનું જે આરોપણ કરવું તે દાન કહેવાય છે. (પૂર્વે અ૦ ૩ સૂ) ૮ માં અણુવ્રત આદિનું દાન કરવું એમ કહ્યું છે. આથી દાન કરવું એટલે શું એ આ સૂત્રમાં જણાવ્યું. અણુવ્રત આદિનું દાન કરવું એટલે અણુવ્રત આદિનું જીવમાં આરોપણ કરવું.) આ આરોપણ સંપૂર્ણપણે અને ન્યૂનપણે એમ બે રીતે કરવામાં આવે છે. સમસ્ત અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાપદોનું આરોપણ કરવું તે સંપૂર્ણપણે આરોપણ છે. કોઈ એક વગેરે અમુક જ વ્રતોનું આરોપણ કરવું તે ન્યૂનપણે આરોપણ છે. (૧૯)
૧૪૧