________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવા એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વિપરીત (= મિથ્યા) જ્ઞાનને અટકાવે છે. (આત્મા નથી, પરલોક નથી, મોક્ષ નથી ઇત્યાદિ જ્ઞાન વિપરીત જ્ઞાન છે. સમ્યગ્દર્શન પ્રગટતાં આવું વિપરીત જ્ઞાન રહેતું નથી.) સમ્યગ્દર્શનવાળા આત્મામાં કદાગ્રહ ન હોય. સમ્યગદૃષ્ટિ જીવ કોઈ પણ પદાર્થની પ્રરૂપણા શુદ્ધ કરે, એટલે કે આત્મા વગેરે જે વસ્તુ જેવી હોય તેવી જણાવે. સમ્યગ્દષ્ટિ જીવમાં રાગાદિ દોષો રૂપ સંક્લેશ તીવ્ર ન હોય = મંદ હોય. સમ્યગ્દર્શનવાળાને સ્થિતિ અને રસનો) બંધ ઉત્કૃષ્ટ ન થાય. સમ્યગ્દર્શન આત્માના શુભ પરિણામ સ્વરૂપ છે. કર્મનો ક્ષય વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું:“કર્મનો ક્ષય તદ્દન બુઝાઈ ગયેલા અગ્નિ જેવો છે, ઉપશમ રાખથી ઢાંકેલા અગ્નિ જેવો છે, ક્ષયોપશમ કંઈક બુઝાયેલા અને વિખરાયેલા અગ્નિ જેવો છે.” (૧) (૬)
कीदृशमित्याहપ્રશ-સંવેગ-નિર્વેતા-STHI-ડડતયામત્તિતક્ષણં તત્ IIણ9૪૦ રૂત્તિ
प्रशमः स्वभावत एव क्रोधादिक्रूरकषायविषविकारकटुफलावलोकनेन वा तन्निरोधः, संवेगो निर्वाणाभिलाषः, निर्वेदो भवादुद्वेजनम्, अनुकम्पा दुःखितसत्त्वविषया कृपा, आस्तिक्यं तदेव सत्यं निःशङ्क यज्जिनैः प्रवेदितम्' इति प्रतिपत्तिलक्षणम्, ततः प्रशमसंवेग-निर्वेदा-ऽनुकम्पा-ऽऽस्तिक्यानामभिव्यक्तिः उन्मीलनं लक्षणं स्वरूपसत्ताख्यापक यस्य तत् तथा तदिति सम्यग्दर्शनम् ।।७।।
સમ્યકત્વ કેવું છે તે કહે છે :
સમ્યગ્દર્શન પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસિક્યની અભિવ્યક્તિરૂપ લક્ષણવાળું છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિક્ય એ પાંચ ગુણોની અભિવ્યક્તિ એટલે કે એ પાંચ ગુણો આત્મામાં પ્રગટ થવા એ સમ્યક્ત્વનું લક્ષણ છે. સ્વરૂપની (= લક્ષ્યની) સત્તા જણાવે તે લક્ષણ. (જેમ કે ધૂમાડો અગ્નિનું લક્ષણ છે, એનો અર્થ એ થયો કે ધૂમાડો અગ્નિની સત્તાને = વિદ્યમાનતાને જણાવે છે. આથી જ આપણે અગ્નિને જોતા ન હોવા છતાં ધૂમાડાને જોઇને અગ્નિ છે એવો નિર્ણય કરીએ છીએ, અને એ નિર્ણય સાચો જ હોય છે. તે પ્રમાણે અહીં જણાવેલા પ્રશમ વગેરે પાંચ ગુણો સમ્યકત્વનાં લક્ષણો છે. એ પાંચ જે જીવમાં દેખાય તે જીવમાં સમ્યકત્વ છે એ નક્કી થાય છે. સમ્યક્ત્વ આત્માના શુભપરિણામ રૂપ છે. આત્માના
૧ ૨૪