________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
ભયંકર ભૂકુટિ જેવું લલાટપટ્ટ કરીને તે છ શ્રેષ્ઠિપુત્રોનો વધ કરવા નગરરક્ષકોને આજ્ઞા કરી.
આ દરમિયાન મુગરનો પ્રહાર થવા સમાન આ વૃત્તાંતને અચાનક સાંભળીને શ્રેષ્ઠી જાણે થાકી ગયો હોય, જાણે ભમી રહ્યો હોય, જાણે પીડાવાળો થયો હોય તેવો થઈ ગયો. તથા સમુદ્રમાં હાથી જેવા મોટા ઘણા મગરમચ્છો પુછડાને પછાડે, એથી સમુદ્રમાં પાણીના ઘણા તરંગો ઉછળવા માંડે, મહાસમુદ્રના મધ્યભાગમાં રહેલ વહાણ એ તરંગોથી ઘેરાઈ જાય અને એથી ભાંગી જાય, તેમાં રહેલ મનુષ્ય ડૂબવા લાગે ત્યારે જેમ હવે શું કરવું? એમ મૂઢ બની જાય તેમ તે શ્રેષ્ઠી હવે શું કરવું? એમ મૂઢ બનીને કોઈક ભયંકર અવસ્થાને પામ્યો. ત્યાર બાદ તેણે કાયર મનુષ્યને યોગ્ય ચેષ્ટાનો ત્યાગ કર્યો, સ્ત્રીજનને યોગ્ય શોકના વેગને દૂર કર્યો, ધીર પુરુષને યોગ્ય ધીરતાનું આલંબન લીધું, દીનતાની અવગણના કરી. પછી જલદી નગરના મુખ્ય અન્ય માણસોની સહાય લઈને અને શ્રેષ્ઠ રત્નોથી ભરેલું પાત્ર હાથમાં લઈને રાજાને વિનંતિ કરવા માટે રાજાની પાસે આવ્યો. પછી તેણે આ પ્રમાણે વિનંતિ કરી - હે દેવ ! મારા આ પુત્રો કોઈ પણ માનસિક દોષથી નગરની બહાર નીકળ્યા નથી એવું નથી. કિંતુ તેવા પ્રકારનો હિસાબ લખવામાં વ્યગ્ર હોવાથી વહેલા) નીકળી શક્યા નહિ. સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો ત્યારે નગરની બહાર નીકળવા માટે તેઓ ચાલ્યા, પણ પોળના દરવાજા બંધ થઈ જવાના કારણે તેઓ નીકળી શક્યા નહિ. આથી આ એક અપરાધને માફ કરો. મારા પ્રિય પુત્રોને જીવન આપવા વડે કૃપા કરો. આ પ્રમાણે વારંવાર કહેવા છતાં પોતાને સફલ કોપવાળો (= મારો કોપ ક્યારેય પણ નિષ્ફળ ન જાય એમ) માનતો રાજા જ્યારે પુત્રોને છોડવા ઉત્સાહિત ન થયો ત્યારે શ્રેષ્ઠીએ રાજાના કોપની શાંતિ માટે એક પુત્રની ઉપેક્ષા કરીને પાંચ પુત્રોને છોડાવવાનો પ્રારંભ કર્યો. જ્યારે પાંચ પુત્રોને પણ છોડતો નથી ત્યારે બે પુત્રોની ઉપેક્ષા કરીને ચાર પુત્રોને છોડાવવાનો પ્રારંભ કર્યો. આ પ્રમાણે ચારને પણ ન છોડ્યા એટલે ત્રણ, બે અને છેવટે પાંચની ઉપેક્ષા કરીને એક મોટા પુત્રને છોડવાની વિનંતિ કરી. તેથી નજીકમાં રહેલા મંત્રી અને પુરોહિત વગેરેની અતિશય પ્રાર્થનાથી અને “મૂળમાંથી કુળનો ઉચ્છેદ કરવો એ મોટા પાપ માટે થાય છે” એમ વિચારીને જેના ક્રોધની તીવ્રતા કંઇક ઓછી થઈ છે એવા રાજાએ એક મોટા પુત્રને છોડ્યો.
અહીં અર્થનો ઉપનય આ પ્રમાણે છેઃ- જે પ્રમાણે તે વસંતપુર નગર છે તે
૧૩૪