________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
तथा- दिव्रत - भोगोपभोगमाना - ऽनर्थदण्डविरतयस्त्रीणि
ગુણવ્રતાનિ 9ળા ૧૦ રૂપિયા
दिशो यनेकप्रकाराः शास्त्रे वर्णिताः, तत्र सूर्योपलक्षिता पूर्वा, शेषाश्च पूर्वदक्षिणादिकाः सप्त, तथा ऊर्ध्वमधश्च द्वे, एवं दशसुदिक्षु विषये गमनपरिमाणकरणलक्षणं व्रतं नियमो दिग्व्रतम्, भुज्यते सकृदेवासेव्यते यदशनादि तद् भोगः, पुनः पुनर्भुज्यते वसन-विलयादि यत् तदुपभोगः, ततो भोगश्चोपभोगश्च भोगोपभोगौ तयोर्मानं परिमाणं भोगोपभोगमानम्, अर्थः प्रयोजनं धर्म-स्वजनेन्द्रियगतशुद्धोपकारस्वरूपम्, तस्मै अर्थाय दण्डः सावद्यानुष्ठानरूपः, तत्प्रतिषेधादनर्थदण्डः, स च चतुर्द्धा - अपध्यानाचरित - प्रमादाचरित - हिंम्रप्रदान - पापकर्मोपदेशभेदात्, तस्य विरतिरनर्थदण्डविरतिः, ततः दिग्व्रतं च भोगोपभोगमानं चानर्थदण्डविरतिश्चेति समासः, किमित्याह- त्रीणि त्रिसंख्यानि गुणव्रतानि गुणाय उपकाराय व्रतानि भवन्ति, गुणव्रतप्रतिपत्तिमन्तरेणाणुव्रतानां तथाविधशुद्ध्यभावादिति ।।१७।।
દિવ્રત, ભોગપભોગમાન અને અનર્થ દંડ એ ત્રણ ગુણવ્રતો છે. શાસ્ત્રમાં અનેક પ્રકારની દિશાઓ વર્ણવી છે. તેમાં સૂર્યથી જણાયેલી દિશા પૂર્વ દિશા છે, અર્થાત જે તરફ સૂર્ય ઉગે છે તે તરફની દિશા પૂર્વ દિશા છે. બાકીની અગ્નિકોણ વગેરે સાત દિશાઓ છે. તથા ઊર્ધ્વ દિશા અને અધોદિશા એ બે દિશાઓ છે. આ પ્રમાણે દશ દિશાઓમાં જવાનું પરિમાણ કરવારૂપ વ્રત એ દિવ્રત છે. અશન વગેરે જે વસ્તુ એક જ વાર ભોગવી શકાય (= ઉપયોગમાં લઈ શકાય) તે ભોગ છે. વસ્ત્ર અને સ્ત્રી વગેરે જે વસ્તુ વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ છે. ભોગ અને ઉપભોગનું માન = પરિમાણ કરવું તે ભોગપભોગમાન. અર્થ એટલે પ્રયોજન. ધર્મ, સ્વજન અને ઈદ્રિયોને શુદ્ધ ઉપકાર થાય એ પ્રયોજન છે. દંડ એટલે પાપનું સેવન. અર્થ માટે પાપનું સેવન એ અર્થ દંડ. જે દંડ અર્થ માટે ન હોય તે અનર્થ દંડ, અર્થાત જે પાપસેવનથી ધર્મ, સ્વજન અને ઈદ્રિયોને શુદ્ધ ઉપકાર ન થાય તે પાપસેવન અનર્થ દંડ છે. અનર્થ દંડના અપધ્યાનાચરણ, પ્રમાદાચરણ, હિંસકપ્રદાન અને પાપકર્મોપદેશ એમ ચાર પ્રકાર છે. અનર્થ દંડની વિરતિ તે અનર્થ દંડવિરતિ. આ ત્રણ વ્રતો ગુણ માટે = ઉપકાર માટે થાય છે માટે ગુણવ્રતો છે. કારણ કે આ
• ધર્મ, સ્વજન અને ઈદ્રિયો માટે અનિવાર્ય હોય તેવો ઉપકાર શુદ્ધ છે, અર્થાતુ ધર્મ આદિ માટે જે પાપસેવન અનિવાર્ય હોય તે પાપસેવન શુદ્ધ ઉપકાર છે. અન્ય અશુદ્ધ ઉપકાર છે.
૧૩૮