________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
યોગ્ય ઉપચાર કરવો એ વિધિ છે. ઉપચારને યોગ્ય એવા દેવ-ગુરુસાધર્મિક-સ્વજન-દીન-અનાથ આદિનો ઉપચાર કરવો એ પણ વિધિ છે. અહીં ઉપચાર એટલે ધૂપ, પુષ્પ, વસ્ત્ર, વિલેપન અને આસન આપવું વગેરેથી ગૌરવ કરવો. (૧૫)
अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाहस्थूलप्राणातिपातादिभ्यो विरतिरणुव्रतानि पञ्च ॥१६॥१४९॥ इति ।
इह प्राणातिपातः प्रमत्तयोगात् प्राणिव्यपरोपणरूपः, स च स्थूलः सूक्ष्मश्च, तत्र सूक्ष्मः पृथिव्यादिविषयः, स्थूलश्च द्वीन्द्रियादित्रसगोचरः, स्थूलश्चासौ प्राणातिपातश्चेति स्थूलप्राणातिपातः, आदिशब्दात् स्थूलमृषावादा-ऽदत्तादाना-ऽब्रह्म-परिग्रहाः परिगृह्यन्ते, ते च प्रायः प्रतीतरूपा एव, ततस्तेभ्यः स्थूलप्राणातिपातादिभ्यः पञ्चभ्यो महापातकेभ्यो विरतिः विरमणम्, किमित्याह- साधुव्रतेभ्यः सकाशात् अणूनि लघूनि व्रतानि नियमरूपाणि अणुव्रतानि, कियन्तीत्याह- पञ्चेति पञ्चसंख्यानि पञ्चाणुव्रतानीति, बहुवचननिर्देशेऽपि यद् विरतिरित्येकवचननिर्देशः स सर्वत्र विरतिसामान्यापेक्षयेति ।।१६।।
હવે અણુવ્રતો વગેરેને જ ક્રમશઃ બતાવતા ગ્રંથકાર કહે છે :
શૂલપ્રાણાતિપાત આદિથી વિરમવું (= અટકવું) એ પાંચ અણુવ્રતો છે. પ્રમાદના કારણે જીવનો નાશ કરવો એ પ્રાણાતિપાત (=હિંસા) છે. પ્રાણાતિપાતના સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકાર છે. પૃથ્વીકાય આદિ પ્રાણીઓનો નાશ કરવો એ સૂક્ષ્મ પ્રાણાતિપાત છે. બેઈદ્રિય આદિ ત્રસજીવોનો નાશ કરવો એ સ્થૂલ , પ્રાણાતિપાત છે. અહીં આદિશબ્દથી સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્કૂલ અબ્રહ્મ અને સ્થૂલ પરિગ્રહ એ ચાર અણુવ્રતો જાણવા. તે અણુવ્રતોનું સ્વરૂપ લગભગ પ્રસિદ્ધ જ છે. સ્થૂલ પ્રાણાતિપાત વગેરે પાંચ મોટાં પાપોથી વિરમવું એ પાંચ અણુવ્રતો છે. સાધુના વ્રતોની અપેક્ષાએ આ વ્રતો = નિયમો નાના હોવાથી અણુવ્રતો છે. અણુવ્રતો એટલે નાનાં વ્રતો. સૂત્રમાં અનુવ્રતાનિ એ પ્રમાણે બહુવચનમાં નિર્દેશ કર્યો હોવા છતાં વિરતિઃ એ પ્રમાણે એકવચનમાં જે નિર્દેશ કર્યો તે બધા સ્થળે વિરતિની સમાનતાની અપેક્ષાએ છે, અર્થાત્ પાંચે અણુવ્રતોમાં વિરતિ સમાન છે એ અપેક્ષાએ એકવચનમાં નિર્દેશ કર્યો છે. (૧૬)
૧૩૭.