________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
પ્રમાણે આ સંસાર છે, જે પ્રમાણે તે રાજા છે એ પ્રમાણે આ શ્રાવક છે, જે પ્રમાણે તે શ્રેષ્ઠી છે તે પ્રમાણે આ ગુરુ છે, જે પ્રમાણે પુત્રો છે તે પ્રમાણે આ છ જવનિકાય છે. જે પ્રમાણે પાંચ પુત્રોની ઉપેક્ષા કરીને એક પુત્રને છોડાવવા છતાં તેના પિતાને પાંચ પુત્રોના વધની અનુમતિ રૂપ દોષ લાગતો નથી, તે પ્રમાણે ગુરુ પોતાના પુત્ર સમાન છ જવનિકાયોને પ્રવ્રજ્યા સ્વીકારવાનો ઉત્સાહ થાય તેવા તે તે ઉપાયોથી ગૃહસ્થ હોવાના કારણે જ જીવનિકાયના વધમાં પ્રવૃત્ત થયેલા શ્રાવકથી છોડાવે છે, પણ એ શ્રાવક જ્યારે હજી પણ તે છ જવનિકાયોને છોડવા ઉત્સાહિત બનતો નથી ત્યારે પાંચ જવનિકાયોની ઉપેક્ષા કરીને મોટા પુત્ર સમાન ત્રસકાયને છોડાવવા છતાં ગુરુને પાંચ જવનિકાયના વધની અનુમતિરૂપ દોષ લાગતો નથી. (૧૩)
विधिनाऽणुव्रतादिप्रदानमित्युक्तं प्रागतस्तमेव दर्शयतिયોગ-વન-નિમિત્ત-વિપરિશુદ્ધિવિધિઃ 9898ા રૂતિ
इह शुद्धिशब्दः प्रत्ये कमभिसंबध्यते, ततो योगशुद्धिर्वन्दनशुद्धिर्निमित्तशुद्धिर्दिकशुद्धिराकारशुद्धिश्च विधिः अणुव्रतादिप्रतिपत्तौ भवति, तत्र योगाः કાય-વાઘુ-મનોવ્યાપારતક્ષ:, તેષાં શુદ્ધિઃ સોપયોગ વિરામન-નિરવદ્યમાષUTशुभचिन्तनादिरूपा, वन्दनशुद्धिः अस्खलितामिलितप्रणिपातादि-दण्डक-समुच्चारणाऽसंभ्रान्तकायोत्सर्गकरणलक्षणा, निमित्तशुद्धि : तत्कालोच्छलितशङ्ख-पणवादिनिनादश्रवणपूर्णकुम्भ-भृङ्गार-च्छत्र-ध्वज-चामराद्यवलोकन-शुभगन्धाघ्राणादिस्वभावा, दिक्शुद्धिः प्राच्युदीची-जिन-जिनचैत्याद्यधिष्ठिताशासमाश्रयणस्वरूपा, आकारशुद्धिस्तु राजाद्यभियोगादिप्रत्याख्यानापवादमुक्तीकरणात्मिकेति ।।१४।।
પૂર્વે (ત્રીજા અધ્યાયના આઠમા સૂત્રમાં) અણુવ્રત આદિ વ્રતો વિધિથી આપવા એમ કહ્યું છે, આથી વિધિને જ બતાવે છે. -
અણુવ્રત આદિનો સ્વીકાર કરવામાં યોગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ અને આગારશુદ્ધિ એ વિધિ છે.
યોગશુદ્ધિ - કાયા, વચન અને મનનો વ્યાપાર (કપ્રવૃત્તિ) એ યોગો છે. કાયાનો વ્યાપાર તે કાયયોગ, વચનનો વ્યાપાર તે વચનયોગ, મનનો વ્યાપાર તે મનોયોગ એમ ત્રણ યોગો છે. તેમાં ઉપયોગપૂર્વક અને ઉતાવળ વિના જવું ઇત્યાદિ કાયયોગની શુદ્ધિ છે. પાપરહિત વચન બોલવું ઇત્યાદિ વચનયોગની શુદ્ધિ છે.
૧૩૫