________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
વગેરે ઉત્તમ વસ્તુઓનો સમૂહ ઘણો હતો. આવી પરિપૂર્ણ સમૃદ્ધિથી તેણે કૂબેરના પણ અતિશય ગર્વનો તિરસ્કાર કર્યો હતો. તેણે ગરીબ, અનાથ, અંધ અને લુલાપાંગળા વગેરે પ્રાણીઓના સર્વ પ્રકારના શોકને દૂર કર્યો હતો. તે સર્વવેપારી વર્ગમાં મુખ્ય હતો, અને ગુણસમૂહથી અત્યંત શ્રેષ્ઠ હતો. તેની સુમંગલા નામની પત્ની હતી. તે સુમંગલા જાણે સુંદર ગુણોનું ભાન હોય તેવી હતી, જાણે સર્વ કલ્યાણકારી વસ્તુઓનું દૃષ્ટાંત હોય તેવી હતી, જાણે પુણ્યરૂપી રત્નોનું મહાનિધાન હોય તેવી હતી, જાણે સ્વમુલની સંતતિનું આભૂષણ હોય તેવી હતી, અને જાણે કોમલતારૂપી વનલતાનું (= કોમલતારૂપી વનલતાને ચઢવા માટે) વૃક્ષ હોય તેવી હતી. તે શેઠને તે પત્નીમાં ગાઢ રાગ બંધાયો હતો. જીવલોકમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વિષયસુખરૂપી સાગરના મધ્યભાગમાં મગ્ન બનેલા તે શેઠે ઘણો કાળ પસાર કર્યો. અવસરે તે બેને ક્રમે કરીને પ્રિયંકર, ક્ષેમકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના છ પુત્રો થયા. તે પુત્રો નિર્મલ આચારોના પાલનથી પવિત્ર હતા, સ્વભાવથી જ ગુરુજનનો વિનય કરવામાં તત્પર હતા, પરમકલ્યાણને આપવામાં તત્પર અને વિશુદ્ધ એવા ત્રિવર્ગમાં (= ધર્મ, અર્થ અને કામમાં) અનુરાગવાળા હતા, ઘણા અનુરાગથી આકર્ષાતી કીર્તિરૂપી કામિનીનું અત્યંત આલિંગન કરનારા હતા, સર્વ સજ્જનોના મનને સંતોષ પમાડનારા અતિશય ઉછળતી દયા અને દાક્ષિણ્યતા જેવા શ્રેષ્ઠ ગુણોથી સુશોભિત શરીરવાળા હતા, કામદેવને લાવણ્યના કારણે થયેલા અતિશય ગર્વનો તેમણે પોતાના અતિશય શરીરસૌંદર્યથી તિરસ્કાર કર્યો હતો, તેઓ વેપારી લોકને ઉચિત વ્યવહાર કરવામાં યોગ્ય હતા, આથી તેમણે પિતાને કુટુંબચિંતાના બોજાથી અતિશય મુક્ત કર્યા હતા.
એકવાર રાજા અંતઃપુરની અંદર સુંદર વાજીંત્ર વગાડી રહ્યો હતો ત્યારે ધારિણી રાણીએ કરણના અનેક પ્રકારોની સાથે સુમેળ થવાથી સુંદર અને રાજાના હૃદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું. તેથી અતિશય પ્રસન્ન મનવાળા રાજાએ રાણીને વરદાન માંગવાનું કહ્યું. રાણીએ કહ્યું કે હે દેવ! હમણાં આ વરદાન આપની પાસે જ રહો, અવસરે એ વરદાન હં માંગી લઇશ. આ રીતે સમય • કરણ એટલે સંગીતશાસ્ત્ર પ્રસિદ્ધ તાલની વ્યવસ્થા કરનારું એક પ્રકારનું તાડન. આનો ભાવાર્થ એ છે કે રાજા જે પ્રમાણે વાજિંત્ર વગાડતો હતો તે જ પ્રમાણે રાણી નૃત્ય કરતી હતી. નૃત્ય શાસ્ત્રનો નિયમ છે કે જે રીતે વાજિંત્ર વાગે તે રીતે જ નૃત્ય થવું જોઈએ. આથી વાજિંત્રોની સાથે નૃત્યનો સુમેળ થાય તે રીતે રાણી નૃત્ય કરતી હતી.
૧૩૨