________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
સાધુધર્મને સ્વીકારવા અસમર્થ હોય તો, તેને સ્વરૂપ અને ભેદ આદિથી અણુવ્રતો સમજાવીને હવે કહેવાશે તે વિધિથી અણુવ્રત વગેરે વ્રતો આપવા. (૮)
अन्यथा प्रदाने दोषमाह
सहिष्णोः प्रयोगेऽन्तरायः ॥९॥१४२॥ इति । सहिष्णोः उत्तमधर्मप्रतिपत्तिसमर्थस्य प्रयोगे अणुव्रतादिप्रदानव्यापारणे अन्तरायः चारित्रप्रतिपत्तेः कृतो गुरुणा भवति, स च भवान्तरे आत्मनश्चारित्रदुर्लभत्वनिमित्तमिति ////.
જે સાધુધર્મનો સ્વીકાર કરવા સમર્થ હોય તેને અણુવતો આપવામાં દોષ જણાવે છે :
સાધુધર્મનો સ્વીકાર કરવા સમર્થ હોય તેને અણુવ્રતા આપવાનો પ્રયત્ન કરવામાં ગુરુએ એ ભવ્યજીવને ચારિત્ર સ્વીકારવાનો અંતરાય કર્યો ગણાય. એ અંતરાય ભવાંતરમાં પોતાને ચારિત્રની દુર્લભતાનું નિમિત્ત બને છે, અર્થાત અંતરાય કરવાના કારણે ગુરુને ભવાંતરમાં ચારિત્ર દુર્લભ બને છે. (૯)
अत्रैवोपचयमाह
અનુમતિતસત્ર ૧ મારા તિ છે अनुमतिः अनुज्ञादोषः, चकारो दूषणान्तरसमुच्चये, इतरत्र अणुव्रतादिप्रतिपत्ती प्रत्याख्यातसावद्यांशात् योऽन्यः अप्रत्याख्यातः सावद्यांशः तत्रापद्यते, तथा च गुरोर्यावज्जीवं सर्वथा सावधपरिहारप्रतिज्ञाया मनाग् मालिन्यं स्यादिति तत्कथनपूर्वकमित्युक्तम् ।।१०।।
અહીં જ વિશેષ કહે છે :
તથા સાવદ્ય અંશમાં અનુમતિનો દોષ લાગે. જો અણુવતો વગેરેને સમજાવ્યા વિના અણુવ્રતો વગેરે આપવામાં આવે તો ભવ્યજીવે કરેલા અણુવ્રતાદિના સ્વીકારમાં જે સાવદ્ય અંશનું પ્રત્યાખ્યાન કર્યું નથી તે અંશમાં ગુરુને અનુમતિ (=અનુમોદના) રૂપ દોષ લાગે. તેથી ગુરુએ જાવજીવ સુધી અને સર્વ પ્રકારે કરેલી સાવદ્ય ત્યાગની પ્રતિજ્ઞામાં કંઈક મલિનતા થાય. માટે અહીં “ અણુવ્રતો વગેરે સમજાવીને આપે” એમ કહ્યું. (સમજાવીને અણુવ્રતો વગેરે આપવામાં લેનાર મારે આટલા સાવઘનું પચ્ચખાણ થતું નથી એમ સમજ પૂર્વક લેતો હોવાથી ગુરુને તેની
૧ ૨૬