________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિનું અવંધ્ય ( = નિષ્ફલ ન જાય તેવું) પ્રકૃષ્ટ સાધન છે, એટલે કે શુભ પરિણામથી ચિત્તશુદ્ધિ અથવા સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આવા શુભ પરિણામનું કારણ ધર્મનો શુદ્ધ સ્વીકાર છે. આનાથી ઉલટા ક્રમે વિચારણા આ પ્રમાણે છે: - ધર્મનો વિધિપૂર્વક સ્વીકાર કરવાથી શુભ પરિણામ ઉત્પન્ન થાય છે. આ શુભ પરિણામથી અવશ્ય ચિત્તશુદ્ધિ અથવા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે. આ ચિત્તશુદ્ધિ અથવા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ એ ધર્મનું ફળ છે. આથી ધર્મનો વિધિપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. માટે જ અહીં ધર્મને સ્વીકારવાની વિધિ કહેવાનો આરંભ કરવામાં આવે છે. (૨)
तदेव कथं संपद्यते इत्याह
तच्च प्रायो जिनवचनतो विधिना ॥३॥१३६॥ इति। तच्च तत् पुनः सत्प्रतिपत्तिमद्धर्मग्रहणं प्रायो बाहुल्येन, मरु देव्यादौ क्वचिदन्यथापि संभवात्, जिनवचनतो वीतरागराद्धान्तात् यो विधिः वक्ष्यमाणः तेन संपद्यते इति ।।३।।
ધર્મનો શુદ્ધ સ્વીકાર કેવી રીતે થાય તે કહે છે :
ધર્મની શુદ્ધ સ્વીકાર પ્રાયઃ જિનવચન પ્રમાણે વિધિથી સ્વીકારવાથી થાય. જિનોક્ત શાસ્ત્રમાં ધર્મને સ્વીકારવાનો જે વિધિ બતાવવામાં આવ્યો છે, તે વિધિ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવાથી ધર્મનો શુદ્ધ સ્વીકાર થાય છે. આ વિધિ હવે કહેવામાં આવશે.
પ્રશ્ન- અહીં પ્રાયઃ શા માટે કહ્યું? ઉત્તર: મરુદેવી માતા વગેરે જીવોને જિનવચન પ્રમાણે વિધિથી ધર્મનો સ્વીકાર કર્યા વિના પણ ધર્મનો શુદ્ધ સ્વીકાર થયો હતો, અને નિર્મલ ભાવો પણ થયા હતા. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. (૩)
एवं सति यत् संजायते तदाह
રૂતિ પ્રધાનપત્તવત્તા ૪૧ રૂ૭ના રૂતિ ! इति एवं सत्प्रतिपत्तिमतो विधिना धर्मग्रहणस्य विमलभावनिबन्धनतायां सत्यां प्रदानस्य वितरणस्य धर्मगोचरस्य गुरु णा क्रियमाणस्य शिष्याय फलवत्ता शिष्यानुग्रहरूपफलयुक्तत्वमुपपद्यते, अन्यथोषरवसुन्धराबीजवपनमिव निष्फलमेव स्यादिति //૪ની
૧ ૨ ૧