________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
ધર્મનો સ્વીકાર કોઈપણ જીવ કરી શકે એમ ન કહેતાં યોગ્ય જીવે જ ધર્મનો સ્વીકાર કરવો જોઈએ એમ કેમ કહ્યું? ઉત્તરઃ (કનસાધનમાવે =) યોગ્ય જ જીવ ધર્મ સ્વીકારના ફલને સાધી શકે છે, અર્થાત યોગ્ય જ જીવ ધર્મથી લાભ મેળવી શકે છે, અયોગ્ય નહિ. (૩)
इति सद्धर्मग्रहणार्ह उक्तः,
સામ્રત તલાનથિમનુવયિષ્યામઃ કારૂકા તિ एतत् सुगममेव ।।१।।
આ પ્રમાણે સદ્ધર્મનો સ્વીકાર કરવાને યોગ્ય પુરુષ કલ્યો, હવે સદ્ધર્મ આપવાની વિધિનું વર્ણન કરીશું. (૧)
ननु धर्मः स्वचित्तपरिशुद्ध्यधीनः, तत्किमस्यैवं ग्रहणेनेत्याशङ्क्याहधर्मग्रहणं हि सत्प्रतिपत्तिमद्विमलभावकरणम् ॥२॥१३५॥ इति ।
धर्मग्रहणम् उक्तलक्षणं हिः यस्मात् सत्प्रतिपत्तिमत् दृढशक्तिपर्यालोचादिना शुद्धाभ्युपगमवत्, किमित्याह- विमलभावकरणं स्वफलप्रसाधनावन्ध्यपरिणामनिमित्तं संपद्यते इत्येवमस्य ग्रहणविधिर्वक्तुमुपक्रम्यते इति ।।२।।
ધર્મ સ્વચિત્તની શુદ્ધિને આધીન છે, અર્થાત્ જેટલા અંશે સ્વચિત્તની શુદ્ધિ થાય તેટલા અંશે ધર્મ થાય, આથી સ્વચિત્તની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, આ રીતે (= વિધિથી) ધર્મને સ્વીકારવાની શી જરૂર છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા ગ્રંથકાર કહે છે :
ધર્મનો શુદ્ધ સ્વીકાર નિર્મલ ભાવનું કારણ હોવાથી (વિધિપૂર્વક) ધર્મ સ્વીકારવાની જરૂર છે. અત્યંત સૂક્ષ્મ ઉપયોગથી પોતાની શક્તિનો વિચાર કરવો ઈત્યાદિ (વિધિ) થી કરેલો ધર્મનો સ્વીકાર શુદ્ધ સ્વીકાર છે, અને શુદ્ધ સ્વીકાર નિર્મલ ભાવનું કારણ છે = પોતાના ફલના પ્રકૃષ્ટ સાધનનું અવંધ્ય કારણ એવા પરિણામનું નિમિત્ત છે. માટે ધર્મને સ્વીકારવાની વિધિ કહેવાનો પ્રારંભ કરવામાં આવે છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છેઃ- ધર્મનું ફલ ચિત્તશુદ્ધિ છે. અથવા તો સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ છે. ચિત્તશુદ્ધિ અથવા તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ રૂપ ફલનું પ્રકૃષ્ટ સાધન શુભ પરિણામ છે, અર્થાત્ શુભ પરિણામ ચિત્તશુદ્ધિ અથવા
૧ ૨૦