________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ ન થતાં જંગલમાં જ ઉપદેશ સાંભળતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કેમ થઈ ? આના ઉત્તરમાં કહેવું પડે કે નયસારની તેવી ભવિતવ્યતા હતી કે જંગલમાં જ ઉપદેશ સાંભળતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય.) - () કર્મ - જેમાં સંક્લેશનો હ્રાસ થતો હોય, જેનાથી વિવિધ શુભ પરિણામનું સંવેદન (= અનુભવ) થતું હોય, તેવું પુણ્યાનુબંધી પુણ્ય કર્મ સમ્યકત્વનું કારણ છે.
(૫) પુરુષઃ- જેણે પુણ્યસમૂહ એકઠો કર્યો છે, જે મહાકલ્યાણ કરવાની તીવ્ર આકાંક્ષાવાળો છે, જે જીવાદિ મુખ્ય પદાર્થોના જ્ઞાનવાળો છે, જે વર્ણન કરાતા પદાર્થોને જાણવામાં કુશલ છે, એવો પુરુષ સમ્યત્વનું કારણ છે. (પ્રશ્ન :- અન્ય ગ્રંથોમાં પુરુષ શબ્દના સ્થાને પુરુષાર્થ આવે છે. પુરુષાર્થ એટલે પ્રયત્ન. તો અહીં પુરુષાર્થના બદલે પુરુષ કેમ કહ્યો? ઉત્તર:- અહીં જેવા પ્રકારના પુરુષને જણાવ્યો છે તેવો જ પુરુષ સમ્યકત્વને પામવાનો પુરુષાર્થ કરે છે. એથી અહીં પુરુષાર્થના બદલે પુરુષનો ઉલ્લેખ કર્યો છે.)
સ્વરૂપ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ વરબોધિનું સ્વરૂપ છે. (૮)
अथ फलत एनमेवाह
ग्रन्थिभेदे नात्यन्तसंक्लेशः ॥६९॥१२७॥ इति । इह ग्रन्थिरिव ग्रन्थिः दृढो राग-द्वेषपरिणामः, तस्य ग्रन्थेः भेदे अपूर्वकरणवज्रसूच्या भेदे विदारणे सति लब्धशुद्धतत्त्वश्रद्धानसामर्थ्यानात्यन्तं न प्रागिवातिनिबिडतया संक्लेशो रागद्वेषपरिणामः प्रवर्तते, न हि लब्धवेधपरिणामो मणिः कथञ्चिन्मलापूरितरन्ध्रोऽपि प्रागवस्थां प्रतिपद्यत इति ।।६९।।
હવે ફળથી વરબોધિલાભને જ કહે છે :
ગ્રંથિભેદ થતાં અતિસંક્લેશ થતો નથી. ગ્રંથિભેદનો માત્ર શબ્દાર્થ વિચારવામાં આવે તો ગ્રંથિ એટલે દોરી વગેરેની ગાંઠ. પણ અહીં ગ્રંથિ એટલે રાગ - દ્વેષનો તીવ્ર પરિણામ. રાગ - વૈષનો તીવ્ર પરિણામ ગૂઢ ગાંઠ જેવો છે. જેમ ગૂઢ ગાંઠ છોડવી મુશ્કેલ છે, તેમ આ રાગ - ષનો પરિણામ ભેદવો મુશ્કેલ છે. આમ રાગ - દ્વેષનો તીવ્ર પરિણામ ગ્રંથિ (= ગાંઠ) જેવો હોવાથી શાસ્ત્રમાં એ પરિણામ ગ્રંથિ તરીકે ઓળખાય છે. અપૂર્વકરણરૂપ વજૂની સોયથી એ ગ્રંથિ ભેદાઈ જતાં
૧૦૯