________________
બીજો અધ્યાય
ધર્મબિંદુપ્રક૨ણ
જ પ્રયત્ન શા માટે કરવો? આવી આશંકા કરીને ગ્રંથકાર તેનો ઉત્તર કહે છેઃ- દેખાતા આ જગતમાં કોઈ કાળે કે કોઈ ક્ષેત્રમાં દેશનાને યોગ્ય જીવો ઉપર ધર્મદેશના જેવો બીજો કોઈ ઉપકાર કરી શકાતો નથી. કારણ કે તેનાથી જીવોના શારીરિક અને માનસિક દુઃખો દૂર થાય છે. અહીં ધર્મદેશના • શબ્દથી ધર્મદેશનાથી ઉત્પન્ન કરાયેલા મોક્ષમાર્ગની શ્રદ્ધા વગેરે ગુણો સમજવા. કારણ કે એ ગુણો સઘળા ક્લેશોના લેશથી પણ અકલંકિત એવા મોક્ષને ખેંચી લાવવાનું અવંધ્ય કારણ છે. ($)
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मविन्दुवृत्ती देशनाविधिर्नाम द्वितीयोऽध्यायः
સમાતઃ ॥૨॥
આ પ્રમાણે ધર્મબિંદુની શ્રીમુનિચંદ્રસૂરિવિરચિત ટીકામાં દેશના વિધિ” નામનો બીજો અધ્યાય પૂર્ણ થયો.
•
શ્રદ્ધા વગેરે ગુણો ઉત્પન્ન કરવા એ જ મુખ્ય ઉપકાર છે. પણ એ ગુણો ધર્મદેશનાથી ઉત્પન્ન કરી શકાય છે. આથી ધર્મદેશના ઉપકારનું કારણ છે. માટે કારણમાં કાર્યના ઉપચારથી ધર્મદેશના પણ ઉપકાર છે. આ સ્પષ્ટતા કરવા માટે અહીં કહ્યું કે – ‘‘ધર્મદેશનાશબ્દથી ધર્મદેશનાથી ઉત્પન્ન કરાયેલા મોક્ષમાર્ગની શ્રદ્ધા વગેરે ગુણો સમજવા.''
૧૧૭