________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
प्राक्तनावस्थयोर्वायु-तेजसोस्तत्राभावात् मरणमुपपद्यते इति चेदुच्यते
મરને પરત જમાવટ દ્વા992 રૂતિ . मरणे अभ्युपगम्यमाने परलोकस्याभावः प्रसज्यते, न हि देहादभिन्न एवात्मन्यभ्युपगम्यमाने कश्चित् परलोकयायी सिद्ध्यति, देहस्यात्रैव तावत् पातदर्शनात् तद्व्यतिरिक्तस्य चात्मनोऽनभ्युपगमात्, न च वक्तव्यम्- परलोक एव तर्हि नास्ति, तस्य सर्वशिष्टैः प्रमाणोपष्टम्भोपपन्नत्वेनाभीष्टत्वात्, प्रमाणं चेदम्- यो योऽभिलाषः स सोऽभिलाषान्तरपूर्वको दृष्टः, यथा यौवनकालाभिलाषो बालकालीनाभिलाषपूर्वकः, अभिलाषश्च बालस्य तदहर्जातस्य प्रसारितलोचनस्य मातुः स्तनौ निभालयतः स्तन्यस्पृहारूपः, यच्च तदभिलाषान्तरं तन्नियमाद् भवान्तरभावीति ।।६०।।
મૃતશરીરમાં પૂર્વાવસ્થાના વાયુ અને તેજ ન હોવાથી મરણ ઘટી શકે છે એમ કહેનારને ઉત્તર આપે છે :
મરણને સ્વીકારવામાં આવે તો પણ પરલોક ન રહે. મરણને સ્વીકારવામાં આવે તો પણ પરલોકનો અભાવ થાય. આત્માને દેહથી એકાંતે અભિન્ન માનવામાં આવે તો પરલોકમાં જનાર કોઇ સિદ્ધ થતો નથી. કારણકે શરીર . અહીં જ વિનાશ થતો જોવામાં આવે છે અને શરીરથી ભિન્ન આત્માને માનવામાં આવ્યો નથી. તો પછી પરલોક જ નથી એમ ન કહેવું. કારણકે પરલોક પ્રમાણની મદદથી સિદ્ધ થતો હોવાથી સર્વ શિષ્ટોને ઈષ્ટ છે. આમાં પ્રમાણ આ છે :- જે જે ઇચ્છા થાય તે તે અન્ય ઇચ્છાપૂર્વક જ થયેલી જોવામાં આવે છે. જેમ કે - યૌવનકાલમાં થયેલી ઇચ્છા બાલ્યકાળની ઇચ્છાપૂર્વકની જ હોય છે. તે જ દિવસે જન્મેલા અને આંખો ખોલીને માતાના સ્તનોને જોતા એવા બાળકને સ્તનપાન કરવાની ઇચ્છા થાય છે. આ ઇચ્છા પણ અન્ય ઇચ્છાપૂર્વકની છે. આ જે અન્ય ઇચ્છા તે અવશ્ય ભવાંતરમાં થયેલી છે. (કારણકે આ ભવમાં સૌથી પહેલી ઈચ્છા સ્તનપાનની થઇ છે, એટલે આ ભવમાં બીજી કોઈ ઈચ્છા થઈ નથી. એટલે આ સ્તનપાનની ઇચ્છા ભવાંતરમાં થયેલી ઇચ્છા પૂર્વકની છે એમ જ માનવું પડે. આ રીતે અનુમાન પ્રમાણથી પરલોક સિદ્ધ થાય છે.) (50)
તથા–
देहकृतस्यात्मनाऽनुपभोगः ॥६१॥११९॥ इति । ____ एकान्तभेदे देहात्मनोरभ्युपगते सांख्येन देहेन कृतस्य परेषां ताडन - तर्जन
૧૦૩