________________
ધર્મબિંદુપ્રક૨ણ
हिंसादय इति हिंसानृतादयो जीवपरिणामविशेषाः, किमित्याह - तद्योगहेतवः, तस्य बन्धस्य संसारफलत्वेन परमार्थचिन्तायां पापात्मकस्यैव हेतवः आत्मना सह संबन्धकारणभावमापन्ना वर्तन्ते, यदवाचि
हिंसानृतादयः पञ्च तत्त्वाश्रद्धानमेव च ।
क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः || ९४ | | ( शास्त्रवार्त्ता. ४)
બીજો અધ્યાય
तथा तदितरे तेभ्यो हिंसादिभ्य इतरेऽहिंसादय एव तदितरस्य तस्मात् बन्धादितरो मोक्षः तस्य, अनुरूपकारणप्रभवत्वात् सर्वकार्याणामिति ।। ४९ ।।
બંધ - મોક્ષના હેતુઓને કહે છે :
હિંસા વગેરે બંધના હેતુઓ છે અને અહિંસા વગેરે મોક્ષના હેતુઓ છે. હિંસા, અસત્ય વગેરે જીવના પરિણામવિશેષ છે. પરમાર્થથી વિચારવામાં આવે તો બંધનું ફલ સંસાર હોવાથી બંધ પાપ સ્વરૂપ જ છે. હેતુ એટલે આત્માની સાથે કર્મોનો સંબંધ થવાનાં કારણો. હિંસાદિ બંધના હેતુઓ છે એ વિષે કહ્યું છે કે “હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ, જીવાદિ તત્ત્વોની અશ્રદ્ધા મિથ્યાત્વ), ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર (એમ કુલ દશ) પાપના (= અશુભ કર્મબંધના) હેતુઓ છે. (શાસ્ત્ર. સ. ૪) હિંસા વગેરેથી વિપરીત અહિંસા વગેરે મોક્ષના હેતુઓ છે. કારણકે સર્વ કાર્યો કારણને અનુરૂપ થાય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય. કારણ શુદ્ધ હોય તો કાર્ય શુદ્ધ થાય, કારણ અશુદ્ધ હોય તો કાર્ય અશુદ્ધ થાય. (અહીં બંધ અને મોક્ષ એ બંને વિપરીત છે. એથી જો હિંસાદિ અશુદ્ધ કારણોથી બંધ થાય છે, તો તેનાથી વિપરીત અહિંસા વગેરે શુદ્ધ કારણોથી મોક્ષ થાય.) (૪૯)
बन्धस्यैव स्वरूपमाह
=
પ્રવાહતોઽનાવિમાન્ ॥૧૦॥૧૦૮॥ કૃતિ ।
प्रवाहतः परम्परातः अनादिमान् आदिभूतबन्धकालविकलः।।५०।। હવે બંધનુ જ સ્વરૂપ કહે છે :
બંધ પ્રવાહથી અનાદિ છે. બંધ પરંપરાથી અનાદિ છે આદિ હોય તેવા બંધકાલથી રહિત છે, એટલે કે બંધનો અમુક સમયે પ્રારંભ થયો એમ પ્રારંભના સમયથી રહિત છે.( બંધ અમુક સમયે શરૂ થયો એમ કહી જ ન શકાય. બંધ અનાદિકાળથી થયા કરે છે એમ જ કહેવું પડે.) (૫૦)
૯૬
–