________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
परिणामो यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् ।
સર્વથા વિનાશ: પરિણાસ્તક્રિાષ્ટિ : ||૨( ) परिणामो नित्यमस्यास्तीति परिणामी, तत्र आत्मनि जीवे हिंसादयः प्राग् निरूपिता उपपद्यन्ते, तथा भिन्ने पृथगूरूपे अभिन्ने च तद्विपरीते, चकारो विशेषणसमुच्चये, માહિત્ય- હૈદત શરીર તૂ IIધરૂા.
પૂર્વે કહેલા બંધહેતુઓ જેવા આત્મામાં ઘટી શકે તેવા આત્માને વિધિ -નિષેધથી કહે છે :
પરિણામી અને દેહથી ભિન્નભિન્ન આત્મામાં હિંસા વગેરે ઘટી શકે. પરિણમવું તે પરિણામ. દ્રવ્યરૂપે રહેલી જ વસ્તુ અન્ય પર્યાયને પામે તે પરિણામ. કહ્યું છે કે - મૂળવતુ રૂપાંતરને પામે તે પરિણામ. પરિણામના જ્ઞાતાઓને મૂળવસ્તુ તેવી ને તેવી જ ન રહે = રૂપાંતરને પામે અને સર્વથા નાશ ન પામે તે પરિણામ ઈષ્ટ છે. આ પરિણામને જે સદા પામે તે પરિણામી કહેવાય. (જેમકે સોનાના હારને ભાંગીને કુંડલ બનાવવામાં આવે તો મૂળ વસ્તુ જે સોનું તે રૂપાંતરને પામે = અન્યપર્યાયને પામે. હાર રૂપે રહેલું સોનું કુંડલ રૂપે બને. આમાં સોનું દ્રવ્યરૂપે કાયમ રહીને રૂપાંતરને પામે છે. અહીં મૂળવતુ તેવી ને તેવી જ રહેતી નથી = રૂપાંતરને પામે છે, અને સર્વથા નાશ પણ પામતી નથી. એ રીતે મનુષ્ય મરીને દેવ બને તો આત્મા દ્રવ્યરૂપે કાયમ રહીને રૂપાંતરને પામે છે = મનુષ્યના પર્યાયરૂપે મટીને દેવના પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે.) દેહથી ભિન્નભિન્ન એટલે દેહથી કથંચિત ભિન્ન = અલગ અને કથંચિત્ અભિન્ન = અલગ નહિ. પરિણામી અને દેહથી ભિન્નભિન્ન આત્મામાં પૂર્વે કહેલી હિંસા ઘટી શકે. (૫૩)
अत्रैवार्थ विपक्षे बाधकमाह
अन्यथा तदयोगः ॥५४॥११२॥ इति । यदि हि परिणामी आत्मा भिन्नाभिन्नश्च देहान्नेष्यते तदा तेषां हिंसादीनां बन्धहेतुतयोपन्यस्तानामयोगः अघटना ।।५४।।
આ જ વિષયમાં “જો આત્મા હમણાં કહ્યો તેવો ન માનવામાં આવે તો” દોષ આવે એમ કહે છેઃ
અન્યથા હિંસાદિ ઘટી શકે નહિ. જો આત્માને પરિણામી અને દેહથી