________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
ઘટે તે શાસ્ત્ર પ્રામાણિક છે એમ જાણવું. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે :- જે શાસ્ત્રમાં તે તે વિશેષોથી (= દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે ઈત્યાદિ વિશેષોથી) બંધ-મોક્ષને યોગ્ય આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર સર્વજ્ઞપુરુષોએ કહેલું છે એમ વિદ્વાનો નિશ્ચય કરે છે. (અને સર્વ કહેલું શાસ્ત્ર પ્રામાણિક જ હોય.) (૪૫).
इयमपि बन्धमोक्षोपपत्तिर्यथा युज्यते तथाऽऽह
इयं बध्यमान - बन्धनभावे ॥४६॥१०४॥ इति इयं बन्धमोक्षोपपत्तिः बध्यमानस्य बन्धनस्य च वक्ष्यमाणस्य भावे सद्भावे सति મિતિ ૪દ્દા.
આ બંધ - મોક્ષની ઘટના પણ જે પ્રમાણે થઈ શકે તે પ્રમાણે કહે છે :
બંધ-મોક્ષની ઘટના બંધાનાર અને બંધન (= બાંધવાનું સાધન) હોય તો થાય. બંધાનાર કોણ છે અને બંધન શું છે તે આગળ કહેશે. (૪૬)
कुत इत्याह
વહત્વના માત્ર મન્યથા ૪૭ ૧૦૫ રૂતિ . यस्मात् कारणादियं कल्पनैव केवला वितथार्थप्रतिभासरूपा, न पुनस्तत्र प्रतिभासमानोऽर्थोपीति कल्पनामात्रम् अन्यथा मुख्यबध्यमान-बन्धनयोरभावे वर्तते इति ||૪૭ના
બંધ - મોક્ષની ઘટના બંધાનાર અને બંધન હોય તો જ થઈ શકે એનું શું કારણ છે તે કહે છે :
અન્યથા કલ્પના માત્ર છે. (બંધ - મોક્ષની વિચારણામાં) બંધાનાર અને બંધન એ બે મુખ્ય છે. હવે જો એ બે ન હોય તો (બંધ - મોક્ષની) કેવળ કલ્પના જ રહે. કલ્પના એટલે પદાર્થની અસત્ય પ્રતીતિ (= જ્ઞાન). કેવળ કલ્પના જ છે, એટલે કે (તત્ર =) કલ્પનામાં (તિમાસમાન =) જ્ઞાનમાં જણાતો પદાર્થ પણ છે એવું નથી, કેવળ કલ્પના જ છે. આથી બંધાનાર અને બંધન હોય તો જ બંધ - મોક્ષ ઘટી શકે. (૪૭).