________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
પ્રમાણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં નિષેધ દ્વારા શ્રતધર્મની પ્રામાણિકતા સાધતા ગ્રંથકાર કહે છે :
તત્ત્વને નહીં જાણનારાએ રચેલાં શાસ્ત્રો પ્રામાણિક ન હોય. વસ્તુના સ્વરૂપને પ્રત્યક્ષ જ ન જાણી શકે, અર્થાત્ દૂરનું ન જોઈ શકે, નજીકનું જ જોઈ શકે, તેવા પુરુષે કરેલી • શાસ્ત્રરચના સાચી = પ્રામાણિક ન હોય. સાક્ષાત ન જોઈ શકે, એટલે કે ઈદ્રિયો વગેરેની સહાય વિના કેવળ આત્માથી જ ન જોઈ શકે તેવા જ્ઞાનીએ કહેલું શાસ્ત્ર જન્મથી અંધ એવા ચિત્રકાર માણસે ચિતરેલા ચિત્રની જેમ સત્ય સ્વરૂપની સાથે વિરોધવાળું હોવાથી અયુક્ત જ હોય. તેથી તેની કહેલી વસ્તુ અવિપરીત વસ્તુને સ્વીકારવા માટે કેવી રીતે યોગ્ય બને? અર્થાત્ તેની કહેલી વસ્તુ વિપરીત સ્વરૂપવાળી હોય. (૪૪).
सम्यग्वादताया एवोपायमाह
વળનોલોપત્તિતસ્તક્રિઃ ૪૧ ૦રૂ તિ ! बन्धो मिथ्यात्वादिहेतुभ्यो जीवस्य कर्मपुद्गलानां च वह्नयःपिण्डयोरिव क्षीरनीरयोरिव वा परस्परमविभागपरिणामेनावस्थानम्, मोक्षः पुनः सम्यग्दर्शन-ज्ञानचारित्रेभ्यः कर्मणामत्यन्तोच्छेदः, ततो बन्धश्च मोक्षश्च बन्धमोक्षौ, तयोः उपपत्तिः घटना, तस्याः सकाशात् तच्छुद्धिः वस्तुवादनिर्मलता चिन्तनीया, इदमुक्तं भवति- यस्मिन् सिद्धान्ते बन्धमोक्षयोग्य आत्मा तैस्तैर्विशेषैर्निरू प्यते स सर्ववेदिपुरुषप्रतिपादित इति कोविदैनिश्चीयते इति ।।४५।।
પ્રામાણિક શાસ્ત્રોને જાણવાનો જ ઉપાય કહે છે :
બંધ - મોક્ષની ઘટનાથી શાસ્ત્રોની પ્રામાણિકતા વિચારવી. કર્મબંધના મિથ્યાત્વ વગેરે હેતુઓથી જીવ અને કર્મપુદ્ગલોનું અગ્નિ- લોહપીંડની જેમ અથવા દૂધ - પાણીની જેમ એક બીજાને જુદા ન પાડી શકાય તે રીતે રહેવું તે બંધ. સમ્યગ્દર્શન - સમ્યકજ્ઞાન - સમ્યફચારિત્રથી સર્વ કર્મોનો અત્યંત ક્ષય એ મોક્ષ. આ બેની ઘટનાથી શાસ્ત્રોની પ્રામાણિકતા વિચારવી, અર્થાત એ છે જે શાસ્ત્રથી
• અહીં ટીકામા વ વસ્તુEય એમ કહીને વાદનો વસ્તુની રચના એવો અર્થ કર્યો છે. પણ અહીં શાસ્ત્રવાદ ચાલી રહ્યો છે, એટલે વસ્તુથી શાસ્ત્રરૂપ વસ્તુ સમજવી જોઈએ. આથી ભાવાનુવાદમાં વસ્તુઝાયન એ શબ્દનો શાસ્ત્રરચના અર્થ કર્યો છે.
૯૨