________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
આભૂષણના ફલ બે છે. (૧) આભૂષણને વેચ્યા વિના જીવનનો નિર્વાહ થઈ શકતો હોય તો આભૂષણો પહેરીને વિશુદ્ધ અભિમાનનું સુખ ઉત્પન્ન કરનારી સ્વશરીરની શોભા કરવી એ અલંકારનું પહેલું ફળ છે. કોઈ પણ રીતે આભૂષણ વેચ્યા વિના નિર્વાહ ન થાય તો એ આભૂષણો વેચીને (કે ગીરવે મૂકીને) એ આભૂષણોથી જીવનનો નિર્વાહ કરવો એ અલંકારનું બીજું ફળ છે. માગી લાવેલા આભૂષણોમાં આ બંને ફળ નથી. કારણકે એ આભૂષણો પારકા છે. ફલરહિત કષ - છેદ માગી લાવેલા આભૂષણ સમાન છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - દ્રવ્ય અને પર્યાય એ ઉભય સ્વભાવવાળા આત્મામાં ઉપચાર વિના સ્થાપિત કરવામાં આવતા કષ - છેદ પોતાના ફલ પ્રત્યે અવંધ્ય સામર્થ્યવાળા જ બને છે, અર્થાત્ પોતાનું ફળ અવશ્ય સાધે છે. પણ “ આત્મા નિત્ય જ છે'' ઇત્યાદિ એકાંતવાદમાં તો એકાંતવાદીઓ પોતાના વાદની શોભા માટે કષ અને છેદની કલ્પના કરે તો પણ એ માંગી લાવેલા આભૂષણ સમાન જણાય છે, આથી તે બે પોતાનું કાર્ય કરી શકતા નથી. (૪૩).
आह- अवगतं यथा कषच्छेदतापशुद्धः श्रुतधर्मो ग्राहयः, परं किम्प्रणेतृकोऽसौ - प्रमाणमिति व्यतिरेकतः साधयन्नाह -
નારિવાદિઃ સચવઃિ ૪૪૧ ૦૨ા રૂતિ !
न नैव अतत्त्ववेदिनः साक्षादेव वस्तुतत्त्वमज्ञातुं शीलस्य पुरुषविशेषस्य अर्वाग्दर्शिन इत्यर्थः वादः वस्तुप्रणयनम् अतत्त्ववेदिवादः, किमित्याह- सम्यग्वादो यथावस्थितार्थ वादः, साक्षादवीक्षमाणे न हि प्रमात्रा प्रोक्तं जात्यन्धचित्रकरनरालिखितचित्रकर्मवद्यथावस्थितरूपविसंवादेन असमञ्जसमेव शास्त्रं स्यादिति कथं तद्भाषितं वस्तु अविपरीतरूपतां प्रतिपत्तुमुत्सहते? इति ।।४४।।
અહીં શિષ્ય કહે છે કે કષ - છેદ - તાપથી શુદ્ધ હોય એવા શ્રતધર્મ (= શાસ્ત્ર)નો સ્વીકાર કરવો જોઈએ એ જાણવામાં આવ્યું. પણ કોનો રચેલો શ્રતધર્મ
• આ આભૂષણોથી હું કેવો સુંદર દેખાઉં છું એવું વિચારીને મનુષ્ય સુખ અનુભવે છે. આ સુખ અભિમાનના કારણે થતું હોવાથી અભિમાનનું સુખ છે. તથા આભૂષણો પોતાના હોવાથી એ સુખ વિશુદ્ધ છે. જે પારકા આભૂષણો પહેરીને આવા સુખને અનુભવે છે તેનું એ સુખ વિશુદ્ધ નથી, કારણકે આભૂષણો પારકા છે.
૯૧