________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
તેવી વસ્તુઓનું સૂક્ષ્મજ્ઞાન કરવામાં હેતુ એવા શુકન, સ્વપ્ન, શબ્દશ્રવણ વગેરે જે નિમિત્તો, તે નિમિત્તોથી ઘરનાં લક્ષણોની પરીક્ષા કરવી. પરીક્ષા કરવી એટલે યથાર્થ જ્ઞાન થવામાં બાધક એવા “ સંદેહ, વિપર્યય અને અનધ્યવસાય દોષનો ત્યાગ કરીને બરોબર નિરીક્ષણ કરવું. (૨૨)
તથા- અને નિર્ધમાવિવર્ધનમ્ ॥૨૩॥ કૃતિ ।
अनेके बहवः ये निर्गमाः निर्गमद्वाराणि, आदिशब्दात् प्रवेशद्वाराणि च तेषां वर्जनम् अकरणम् अनेकेषु हि निर्गमादिषु अनुपलक्ष्यमाणनिर्गम-प्रवेशानां तथाविधलोकानामापाते सम्यग्गृहरक्षाऽभावेन स्त्र्यादिजनस्य विभवस्य च विप्लव एव स्यात्, निबिडतरगृहद्वाररक्षयैव तेऽनवकाशा भवन्ति, परिमितप्रवेश-निर्गमं च गृहं સુવણં મવતીતિ ||૨રૂ।
ઘરમાં નિર્ગમદ્વાર આદિ અનેક ન રાખવાં. નિર્ગમદ્વારો એટલે ઘરમાંથી નીકળવાનાં બારણાં. આદિ શબ્દથી પ્રવેશદ્વારો પણ અનેક ન રાખવાં. જો નિર્ગમહારો અને પ્રવેશદ્વારો અનેક હોય તો તેવા અવસરે તેવા દુષ્ટ માણસો ઘરમાંથી નીકળે અને ઘરમાં પ્રવેશે તેની ખબર ન પડે. આથી આવા માણસો આવે ત્યારે ઘરની રક્ષા બરોબર ન થવાથી સ્ત્રીજન આદિ ઉપર બલાત્કાર થાય, ધન ચોરાય વગેરે ઉપદ્રવ થાય. ગૃહ્તારની અતિશય દૃઢ રક્ષા ક૨વાથી જ દુષ્ટ માણસોને અંદ૨ પ્રવેશવાનો અવકાશ ન મળે. જે ઘરમાં પ્રવેશદ્વારો અને નિર્ગમદ્વારો પરિમિત હોય તે ઘરની રક્ષા સુખપૂર્વક કરી શકાય. (૨૩)
તથા
૧૦) વિમવાઘનુ પો વેષો વિરુદ્ધત્યારેન ॥૨૪॥ કૃતિ ।
विभवादीनां वित्त-वयो-ऽवस्था-निवासस्थानादीनामनुरूपः लोकपरिहासाद्यनास्पदतया योग्यः वेषः वस्त्रादिनेपथ्यलक्षणः विरुद्धस्य जङ्घार्द्धा दूघाटनशिरोवेष्टनाञ्चलदेशोर्ध्वमुखन्यसना-ऽत्यन्तगाढाङ्गिकालक्षणस्य विटचेष्टास्पष्टतानिमित्तस्य वेषस्यैव त्यागेन अनासेवनेन, प्रसन्ननेपथ्यो हि पुमान् मङ्गलमूर्त्तिर्भवति, मङ्गलाच्च
•
પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન તે સંદેહ. જેમકે - આ દોરડું છે કે સાપ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું‘‘આ આમ જ છે'' એવું એક પ્રકારનું જ્ઞાન તે વિપર્યય. જેમકે - દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન. નિશ્ચયરહિત ‘‘આ કાંઈક છે'' એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમકે અંધારામાં ‘અહીં કાંઈક છે'' એવું જ્ઞાન.
૩૧